મુંબઈ: મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પિરામલ સાથે થયા હતાં. આ લગ્નની ચર્ચા દેશ-વિદેશમાં પણ થઈ હતી. ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નના દરેક ફંક્શનની તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી. હવે ઈશા-આનંદ ફરી એકવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતાં. દેશના પાવરફુલ કપલ ઈશા અને આનંદ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં.
રિપોર્ટ મુજબ, ઈશા અને આનંદ કામકાજમાંથી સમય કાઢીને વેકેશન પર નીકળ્યા છે. ઈશાના લૂકની વાત કરીએ તો તેણે બ્લૂ રંગનું ટી-શર્ટ અને સ્પોર્ટ શૂઝ પહેર્યા હતા. સિમ્પલ લૂકમાં પણ ઈશા સુંદર લાગતી હતી. તો આનંદ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યો હતો.
ઈશા ઘણી વખત નીતા અંબાણી સાથે ઈવેન્ટ અને પાર્ટીમાં જોવા મળે છે. હાલમાં જ રિલાયન્સ ફાઉન્ડેશન આયોજિત એક કાર્યક્રમમાં ઈશા નીતા અંબાણી સાથે જોવા મળી હતી. બાળકો માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.