મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા પોતાના બોલ્ડ અંદાજ અને તસવીર માટે બી ટાઉનમાં જાણીતી છે. ઈશા પોતાની ફિલ્મો કરતાં વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ત્યારે ઈશા ફરી એક વખત પોતાના ટ્વીટને કારણે ચર્ચામાં છે. ઈશાએ પોતાના ટ્વીટ દ્વારા આધાર કાર્ડની સર્વિસને લઈને ફટકાર લગાવી છે. એક્ટ્રેસે આધાર સાબંધિત કેટલાક ગંભીર સવાલ ઉભા કર્યા છે, જેની ચર્ચા થઈ રહી છે.



ઈશા ગુપ્તાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, એ સારા સમાચાર છે કે આધાર કાર્ડ સર્વર છેલ્લા ત્રણ દિવસથી ડાઉન છે. ખરાબ સમાચાર એ છે કે હું આ મામલે કંઈ જ કરી શકું એમ નથી. તેના માટે આભાર, હું તેના વગર ટ્રાવેલ નથી કરી શકતી. આગળ ઈશાએ લખ્યું કે, મને લાગે છે કે, સોશિલ મીડિયા પર તમારે સંપર્ક કરવાની રીત જણાવતા પહેલા તમારે લોકોની મદદ કરવી જોઈએ અને તેની મુશ્કેલીઓનું સમાધાન લાવવું જોઈએ.



આધાર હેલ્પ સેન્ટરે ઈશાને જવાબ આપતા લખ્યું કે, તમે પ્લીઝ વેબપેજનો સ્ક્રીનશોટ લઈને અમને મેસેજ કરો અને જણાવો કે તમને ક્યાં એરર મળી રહી છે. આ ટ્વીટને રીટ્વીટ કરતાં ઈશાએ લખ્યું કે, મેં મારી વિગતો અપડેટ કરાવવા માટે ભલામણ કરી હતી. મને આપવામાં આવેલ નંબર પર મેં ઘણી વખત કોલ્સ કર્યા પરંતુ મને એક જ જવાબ મળ્યો કે, સર્વર ડાઉન છે. હું તમને મેસેજ નથી કરી રહી, વિચારો જરા જે લોકો તમને ટ્વીટ નથી કરી શકતા, તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે.