શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોએ અવંતીપુરાના બ્રોબુંદૂનામાં અથડામણમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. આ જગ્યાએથી મોટા જથ્થામાં હથિયારો અને દારુગોળા મળી આવ્યા છે. ઘર્ષણ દરમિયાન સ્થાનિકોએ પ્રદર્શન પણ કર્યુ, જેને જોતા સંવેદનશીલ વિસ્તારમાં ટ્રેન અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.



એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, સુરક્ષાદળોએ આંતકીઓ છુપાયેલા હોવાની બાતમી મળતા, દક્ષિણ કાશ્મીરના અંવતીપુરાના બ્રોબુંદૂના વિસ્તારની ઘેરબંધી કરી દીધી હતી. જ્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતુ તે દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ કરી દીધુ, તેના જવાબમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.


આ પહેલા 12મી જૂને અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે થયેલી અથડામણમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના પાંચ જવાન શહીદ થઇ ગયા હતા, અને એક આતંકી ઠાર મરાયો હતો. સાથે ત્રણ જવાન ઘાયલ પણ થયા હતા.