મુંબઈ: બોલીવૂડના કલાકારોમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના નામ માનથી બોલાય છે. બચ્ચન પરિવારના આ દરેક સભ્યો આજે કાર્યરત છે અને તેમની પાસે અઢળક સંપત્તિ છે. તે સૌ કોઈ જાણે છે પરંતુ તેમની પાસે કેટલી સંપત્તિ છે તે કોઈ નથી જાણતું.


અભિષેક બચ્ચન પ્રો-કબડ્ડી લીગ ટીમ જયપુર પિંક પૈન્થરસ્નો માલિક છે અને ઈન્ડિયન સુપર લીગ ચેન્નઈ એફસીનો કો-ઓનર છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, તેની નેટવર્થ લગભગ રૂપિયા 200 કરોડની છે. જ્યારે તેની પાસે જગુઆર એક્સજે, મર્સિડિઝ વેન્જ એસ 500, બેંટલે સીજીટી, રેન્જ ઓવર જેવી લક્ઝરી કારનો કાફલો ઘર આગલ પાર્ક કરેલો હોય છે. તેમજ મુંબઈમાં એક અપાર્ટમેન્ટ પણ છે.

રિપોર્ટસમાં જણાવામાં આવ્યું છે કે, ઐશ્વર્યા રાય પાસે ઘણી જાહેરાતો છે. તે વિવિધ બ્રાન્ડ સાથે જોડાયેલી છે. તેની નેટવર્થ રૂપિયા 250 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે એક મર્સિડિઝ એસ 500 કાર, બેટલે સીજીટ, સેન્ચુયરી ફોલ્સમાં વિલા તેમજ દુબઈમાં પણ એક અપાર્ટમેન્ટ છે.

અમિતાભ અને જયા બચ્ચનની નેટવર્થ રૂપિયા 1000 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેમની પાસે લક્ઝરી કાર અને વિદેશમાં આલિશાન ઘરો છે. જયા બચ્ચને ગયા વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં આવેદન પત્ર ભર્યું ત્યારે સંપત્તિની માહિતી આપી હતી. જયાએ પોતાની અને અમિતાભની સંપત્તિ રૂપિયા 460 કરોડ અચલ સંપત્તિ અને બન્નેની ચલ સંપત્તિ 540 કરોડ દર્શાવી હતી.