ગાંધીનગર: છેલ્લા ચારેક મહિનાથી બંધ પડેલી દહેજ-ઘોઘા રોરો ફેરી સર્વિસ ફરીથી શરૂ થવા જઈ રહી છે. રોરો ફેરી સર્વિસ 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ કરવામાં આવશે તેવી સર્વિસ સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો કે દરરોજની એક જ ટ્રીપ રહેશે. દરિયામાં ભરતી પ્રમાણે ફેરી સર્વિસના સમયમાં ફેરફાર કરવામાં આવશે. ગતવર્ષે થયેલા અતિભારે વરસાદના લીધે ડ્રેઝીંગની સમસ્યાના કારણે ફેરી સર્વિસ બંધ પડી હતી


રોરો ફેરી સર્વિસને ફરી ચાલુ કરવા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના શીપીંગ મંત્રાલય પાસે ટેકનીકલ સહાયતાની માંગ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જ કેન્દ્ર  શીપીંગ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.જેમાં ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસને ફરી ચાલુ કરવા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.