કઈ જગ્યાએ લગ્ન કરશે મિલિંદ સોમન અને ગર્લફ્રેન્ડ અંકિતા! જુઓ મહેંદી સેરેમનીની તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે બન્ને વચ્ચેનું અફેર સોશિયલ મીડિયા પર ઉંમરના કારણે ટ્રોલ થયું હતું. તો પણ મિલિંદ અંકિતા સાથે લગ્ન કરવા માગે છે. આ પહેલા મિલિંદ સોમને વર્ષ 2006માં ફ્રાન્સની અભિનેત્રી મિલિન જૈમ્પેનોઈ સાથે લગ્ન કર્યા હતા જોકે લગ્નના ફક્ત ત્રણ વર્ષમાં બન્નેનું બ્રેક-અપ થઈ ગયું હતું.
ઈસ્ટાગ્રામમાં ફૂલોથી સજી રહેલ ઘર અને આસપાસના માહોલથી લાગી રહ્યું છે કે આ લગ્ન થવાના છે. મિલિંદ અને અંકિતાની ઉંમરમાં 25 વર્ષનો તફાવત છે. મિલિંદની ઉંમર 52 વર્ષ છે અને અંકિતાની ઉંમર 27 વર્ષની છે.
આ સિવાય આ કપલના મિત્ર અભિ આશા મિશ્રા અને મ્યુઝિશિયન દેવાશીષ ગુરુજી દ્વારા ઈસ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરવામાં આવી છે. ફોટોમાં મિલિંદ સોમનની માતા ઉષા સોમન પણ જોવા મળી હતી. જેના પરથી એ અંદાજ લગાવી શકાય છે કે પરિવાર પણ અલિબાગમાં પહોંચી ગયો છે.
આ ફોટોની સાથે વેડિંગ અને મહેંદી નામ સાથે હેશટેગ યૂઝ કરવામાં આવ્યું છે. ફોટોથી ખબર પડે છે કે આ મહેંદી સેરેમનીની તસવીરો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. મિલિંદ અને અંકિતા પહેલાથી અલિબાગમાં છે જ્યાં બંન્ને લગ્ન કરવાના છે. જોકે લગ્નની છે કે નહીં તેની ફાઈનલ ખબર પડી નથી.
પરંતુ તસવીરો જોતા જ તમે પણ વિચારમાં પડી જશો કે 21 એપ્રિલે લગ્નની અફવાહ સાચી હતી કે ખોટી. ફોટોગ્રાફર અંજૂ કેપી દ્વારા ઈસ્ટાગ્રામ પર અંકિતાના હાથમાં મહેંદી અને પાછળ ઉભેલ મીલિંદની તસવીર અપલોડ કરવામાં આવી હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી થોડા કિલોમીટર દૂર દરિયા કિનારે આવેલ અલીબાગમાં લગ્નની તૈયારીઓ જોવા મળી રહી છે. ફેમસ મોડલ મિલિંદ સોમન અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા કંવરની ઈસ્ટાગ્રામ પર આવેલ થોડી તસવીરો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આજે (શનિવાર) બંન્ને લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ બંન્ને તરફથી આ વાતની કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -