મુંબઈઃ ટેલિવિઝનના સ્ટાર એક્ટર હિતેન તેજવાનીની પત્ની અને ટીવી એક્ટ્રેસ ગૌરી પ્રધાનનો આજે (16 સપ્ટેમ્બર) 42મો જન્મ દિવસ છે. ગૌરીનાં જન્મ દિવસનાં અવસરે હિતેને તેને સ્પેશલ બર્થડે વિશ કર્યુ છે. હિતેને ગૌરી સાથેની લિપલૉકની તસવીર શેર કરતાં રોમેન્ટિક કૅપ્શન પણ લખી છે.


ટીવી ઇન્ડસ્ટ્રીનાં રોમેન્ટિક કપલ ગણાતા હિતેન તેજવાની અને તેની પત્ની ગૌરી પ્રધાન પાવરફુલ કપલ્સની લિસ્ટમાં આવે છે.બંને ફેન્સને કપલ ગોલ્સ આપતા હોય છે. તેમનાં વચ્ચેનું બોન્ડિંગ અને કેમેસ્ટ્રી ખુબજ ખાસ છે. હિતેન તેજવાનીએ ગૌરી પ્રધાન સાથે વર્ષ 2004માં લગ્ન કર્યા હતાં. ત્યારથી આ બંને હેપીલી મેરિડ લાઇફ જીવે છે.


હિતેન તેજવાનીની પત્ની અને ટીવી એક્ટ્રેસ ગૌરી પ્રધાન માટે મેસેજ શેર કરતાં હિતેને લખ્યું છે કે, 'આ શાનદાર મહિલા અમારા જીવનની લાઇફ લાઇન છે. અમારાં જીવનમાં આવવા માટે આભાર. હું આશા કરું છું કે તને દરેક વસ્તુ શ્રેષ્ઠ મળે. આજથી હું મારું કબાટ ચોખ્ખુ રાખવાનો પ્રયાસ કરીશ. હેપ્પી બર્થ ડે જાનૂ.. લવ યૂ.. ઇશ્વર તને દરેક ખુશી આપે.'


ગૌરી અને હિતેનને બે જોડકા બાળકો છે. જેમનો જન્મ 2009માં થયો હતો. બંને બાળકોનું નામ નિવાન અને કાત્યા છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)