નવી દિલ્હીઃ હોલિવૂડ એક્ટ્રેસ અને સિંગર માઈલી સાયરસે એક એવા ફેનનો સામનો કરવો પડ્યો જેણે જબરજસ્તીથી તેને કિસ કરવાનો પ્રયત્ન કર્યો.

જાણકારી અનુસાર, માઈલા બાર્સેલોનામાં પરફોર્મન્સ માટે પહોંચી હતી. જ્યારે તે પતિ લિયામની સાથે રવિવારે હોટલની બહાર નીકળી રહી હતી ત્યારે મીડિયા અને ફેન્સે તેને ઘેરી લીધી હતી. આ ભીડમાંથી બહાર નીકળવા માટે તેના બોડીગાર્ડ્સે વચ્ચે આવું પડ્યું હતું.



જ્યારે આ સ્ટાર કપલ ભીડમાંથી રસ્તો બનાવી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ માઈલીને વાળથી પકડી તેને પોતાની તરફ ખેંચી અને તને જબરજસ્તીથી કિસ કરી. જોકે માઈલીએ વ્યક્તિને ધક્કો મારી તેને પોતાના તરફથી દૂર કર્યો હતો.


આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે લિયામે પ્રોટેક્ટિવ થઈને પત્ની માઈલીને પોતાના તરફ ખેંચી અને બાદમાં ફેન્સને દૂર કરવાનું શરૂ કરી દીધું. વીડિયો સામે આવ્યા બાદ લોકોએ માઈલીને જબરજસ્તીથી કિસ કરનાર વ્યક્તિની ટીકા કરી છે.