નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) આગામી 2019-20ના ઘરેલું સિઝનની જાહેરાત કરી દીધી છે. આ ઘરેલું સિઝનમાં કુલ 26 મેચો રમાશે. જેમાં 5 ટેસ્ટ, 9 વન-ડે અને 12 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે તેવી જાણકારી બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ આપી હતી.
બીસીસીઆઈ તરફથી જાહેર કરેલ નિવેદન પ્રમાણે ભારતની ઘરેલું સિઝનની શરુઆત દક્ષિણ આફ્રિકા સામે ફ્રીડમ ટ્રોફીથી શરુ થશે. આ શ્રેણી 15 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર દરમિયાન યોજાશે. ત્યાર બાદ બાંગ્લાદેશની ટીમ નવેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં બાંગ્લાદેશની ટીમ ભારત સામે 3 ટી-20 મેચ અને 2 ટેસ્ટ મેચ રમશે. આ શ્રેણીની ટી-20 મેચ દિલ્હી, રાજકોટ (7 નવેમ્બર) અને નાગપુરમાં રમાશે. જ્યારે ટેસ્ટ મેચ ઈન્દોર અને કોલકાતામાં રમાશે.
વેસ્ટ ઇન્ડીઝની ટીમ ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે. જેમાં તે ટીમ ઇન્ડિયા સાથે 3 ટી20 શ્રેણી અને 3 વન-ડે મેચ રમશે. ઝિમ્બાબ્વે જાન્યુઆરી 2020માં ભારતના પ્રવાસે આવશે. જે ત્રણ ટી-20 મેચ રમશે. આ પછી ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે ત્રણ વન-ડે મેચ રમવા આવશે. આ શ્રેણીનું આયોજન 14 થી 19 જાન્યુઆરી વચ્ચે થશે. મેચો મુંબઈ, રાજકોટ (17 જાન્યુઆરી) અને બેંગલોરમાં રમાશે.
BCCIએ ટીમ ઈન્ડિયાના ઘરેલું સિઝનની કરી જાહેરાત, ગુજરાતના કયા નવા સ્ટેડિયમમાં રમાશે બે મેચો, જાણો વિગત
abpasmita.in
Updated at:
04 Jun 2019 08:35 AM (IST)
5 ટેસ્ટ, 9 વન-ડે અને 12 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમશે તેવી જાણકારી બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -