નવી દિલ્હી: નવ નિયુક્ત દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે 5G ઈન્ટરનેટ, સ્પેક્ટ્રમ હરાજી અને સોશિયલ મીડિયા સંબંધી કેટલીક જાહેરાતો કરી હતી. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ચાલૂ વર્ષે 5G અને અન્ય બેન્ડ માટે સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. આ માટે દૂરસંચાર નિગમોએ પ્રોફેશનલ તરીકે સહયોગની ભાવનાથી કામ કરવું પડશે.

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, અમે આ ચાલુ વર્ષમાં સ્પેક્ટ્રમની હરાજી કરીશું. 100 દિવસોમાં 5Gનું પરિક્ષણ, પાંચ લાખ વાઈફાઈ હોટ સ્પોટ પર ઝડપથી કામ કરવું પડશે અને દૂરસંચાર વિનિર્માણને પ્રોત્સાહન આપવાના તેમના પ્રાથમિક મુદ્દા છે.

રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, 5G અને અન્ય બેન્ડ માટે સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષે કરવામાં આવશે અને અગામી 100 દિવસોમાં 5Gનું પરિક્ષણ શરૂ કરવાનું અમારું લક્ષ્ય છે. આ સાથે જ સંકટમાં ઘેરાયેલી સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિ (બીએસએનએલ) અને મહાનગર ટેલિફોન નિગમ લિ(એમટીએનએલ)નો પુરુદ્ધાર કરવામાં આવશે. આ સરકારની પ્રાથમિકતામાં સૌથી ઉપર છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, સ્પેક્ટ્રમ હરાજી પર ટ્રાઈએ પોતાની ભલામણ આપી દીધી છે. અમારી પાસે સ્થાઈ અને નાણાં સમિતીની વ્યવસ્થા છે. તે લોકો સ્પેક્ટ્રમની હરાજી પર વિચાર કરી રહ્યા છે. 5 લાખ વાઈફાઈ હોટ સ્પોટ માટે પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. દેશમાં દૂરસંચાર વિનિર્માણને પ્રોત્સાહન આપવાની કોશિષ છે.