નવી દિલ્હીઃ સલમાન ખાનના ફેન્સ ફિલ્મ દબંગ3ની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ મેકર્સે પૂરા જોરશોરથી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું. રિલીઝ બાદ જોત જોતામાં ટ્રેલર ઇન્ટરનેટ પર છવાઈ ગયું. જોકે, સલમાન ખાનની આ ફિલ્મના ટ્રેલરમાં એડિટર્સથી એક ભૂલ થઈ ગઈ છે. હવે ફેન્સ આ ભૂલ પકડી છે અને સોશિયલ મીડિયા પર ફિલ્મને ટ્રોલ કરી રહ્યા છે.


નોંધનીય છે કે અગાઉ સલમાનની ફિલ્મ રેસ 3 ને પણ ટ્રોલ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પર પણ ઘણા બધા મીમ્સ બનાવવામાં આવ્યા હતા.


જો તમે ધ્યાનથી જોશો તો ટ્રેલરના અંતમાં ક્રેડિટ્સમાં આ ભૂલ જોવા મળશે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ થશે. ટ્રેલરમાં મેકર્સે ડિસેમ્બરની સ્પેલિંગમાં ભૂલ કરી છે અને 'december'ની જગ્યાએ 'decemeber' લખ્યું છે.

દબંગ 3 ના ટ્રેલરમાં સલમાન ખાન ચુલબુલ પાંડેની ભૂમિકામાં જોવા મળી રહ્યોં છે. આ ટ્રેલર જે ત્રણ મિનિટથી વધુ લાંબુ છે જ્યારે એક તરફ તે ગુંડાઓને મારતો નજરે પડે છે, તો બીજી તરફ તે કોમેડીનો રસ અને રોમાંસ કરતો જોવા મળે છે. વિશેષ વાત એ છે કે દબંગ 3માં ચૂલબુલ પાંડેની ‘દબંગ’ બનવાની વાર્તા પણ બતાવવામાં આવશે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સલમાન ખાનના ચાહકો આ ફિલ્મને બ્લોક બસ્ટર કહી રહ્યાં છે.