રજનીકાન્તની 'કાલા'નો પહેલો શો સવારે 4 વાગ્યે હોવા છતાં હજારો દર્શકોની ભીડ, રજનીના પોસ્ટરની આરતી ઉતારાઈ, દૂધથી સ્નાન કરાવાયું
સવારના 4 વાગ્યાના શોમાં ફેન્સની લાંબી લાઇનો જોવા મળી હતી.
કાલાની રિલીઝનો જશ્ન ફેન્સ થિયેટરની બહાર આતશબાજી કરીને મનાવી રહ્યા છે. દેશભરમાં રજનીફેન્સ તેના થલાઇવા માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
ચેન્નાઈઃ રજનીકાંતની ફિલ્મ કાલા ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનો પ્રથમ શો સવારે 4 વાગ્યે રાખવામાં આવ્યો હતો. ફિલ્મ રિલીઝ પહેલા ફેન્સે રજનીકાન્તના પોસ્ટરને દૂધથી સ્નાન કરાવ્યું હતું. આવું પહેલી વખત નથી થયું. થલાઈવાની રિલીઝ પહેલા પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું.
બેંગ્લોરના લીડો મોલમાં પણ રજનીકાન્તના ફેન્સે લાઇનો લગાવી હતી.
કાલાના પોસ્ટર પાસે તસવીર ખેંચાવતા રજનીકાન્તના ફેન્સ
રજનીકાન્તના ફેન્સ થિયેટરની બહાર ફિ્લ્મના પોસ્ટરવાળી ટી શર્ટ પહેરેલા નજરે પડ્યા હતા.
અનેક રજની ફેન્સ સિનેમાઘરોની બહાર અને અંદર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કાલાનો શો શરૂ થતા પહેલાં જ રનીકાંતના પોસ્ટરની આરતી ઉતારવામાં આવી હતી.
ફિલ્મ કબાલીની રિલીઝ બાદ ફરી એક વખત દેશ-વિદેશમાં રજની ફેન્સની દિવાનગી જોવા મળી રહી છે.