સ્પૉટબૉયની એક રિપોર્ટ અનુસાર, 31 જુલાઇએ સવારે 9 વાગે મલાઇકા અરોડા મુંબઇ એરપોર્ટથી બિઝનેસ ક્લાસમાં ચંદીગઢ જવા રવાના થઇ, ફ્લાઇટમાં મલાઇકા અરોડાને જોઇને ફેન્સે પડાપડી કરી હતી, ત્યાં હાજર લોકો-ફે્ન્સ પોતાની સીટ છોડીને એક્ટ્રેસને મળવા લાગ્યા હતા.
રિપોર્ટ પ્રમાણે, પોતાના ફેન્સને આટલા બધા ખુશ જોઇને મલાઇકા અરોડા પણ ખુશ થઇ ગઇ હતી, મલાઇકા પણ બધા ફેન્સને મળી હતી.
નોંધનયી છે કે, છેલ્લા કેટલાય સમયથી એક્ટ્રેસ મલાઇકા અરોડા અને એક્ટર અર્જૂન કપૂર વચ્ચે રિલેશનશિપને લઇને ચર્ચા છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે તેઓ લગ્ન કરવાની તૈયારી કરી રહ્યાં છે.