અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી તેવી સંભાવના છે.

હાલ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનની બે વરસાદી સિસ્ટમના કારણે લો-પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ રહી છે. હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે ભારે વરસાદ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને આણંદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત વડોદરા, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત પર લો-પ્રેશર સિસ્ટમ તૈયાર થતાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આગામી 7થી 10 દિવસ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે.