નવી દિલ્લી: 6 હજાર કરોડથી વધુની રિકવરી માટે સ્ટેટ બેંક ઓફ ઈંડિયાની અધ્યક્ષતમાં  રચાયેલા કન્સોર્ટીયમે ડિફોલ્ટર વિજય માલ્યા સામે ફાઈલ કરેલી પિટિશનની સુનાવણી આજે હાથ ધરાશે. લીકર કીંગ વિજય માલ્યા બેંકોનું ફુલેકુ ફેરવીને લંડન જતા રહ્યાં છે. માલ્યા સાંસદ તરીકેની પોતાની સત્તાનો ઉપયોગ કરીને દેશ છોડીને ભાગી ગયા બાદ બેંકો તેમના રૂપિયા પાછા મેળવવા માટે જાગી છે. માલ્યાનું ભારતમાં પ્રત્યાર્પણ કરાવવા અને બાકી નાણાંની વસુલાત માટે બેંકોએ કરેલી પિટિશનની સુનાવણી આજે હાઈકોર્ટમાં હાથ ધરાશે.