નવી દિલ્હીઃ અમેરિકન પૉપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યુ તો દેશભરમાં તેની નિંદા થવા લાગી, સરકારે પણ વિદેશીઓને ખેડૂત આંદોલન મામલે હસ્તક્ષેપ ના કરવા ચેતાવણી આપી દીધી. હૉટ એક્ટ્રેસ કંગનાએ પણ રિહાના પર તાબડતોડ ટ્વીટ કરીને વિરોધ કર્યો હતો. રિહાના બાદ હવે કંગનાની લપેટમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા આવી ગયો છે. કંગનાએ રોહિતને સીધે સીધો ધોબીનો કુતરો કહીને ઝાટકી નાંખ્યો છે. કંગનાએ આ ગુસ્સો રોહિતના એક ટ્વીટને લઇને ઠાલવ્યો છે.

હિટમેન રોહિત શર્માએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પરથી ટ્વીટ કર્યુ જેના પર કંગના રનૌત પુરેપુરી ભડકી ઉઠી હતી.

રોહિત શર્માએ ટ્વીટ કરતા લખ્યું- ભારત હંમેશા ત્યારે મજબૂત થયુ છે, જ્યારે આપણે બધા એકજૂથ થઇને રહ્યાં છીએ, અને સમાધાન કાઢવુ સમયની માંગ છે. આપણા ખેડૂતો આપણા રાષ્ટ્રની ભલાઇમાં મોટો રૉલ નિભાવે છે, અને મને ખબર છે કે દરેક સમાધાન કાઢવામાં પોતાનો રૉલ યોગ્ય રીતે નિભાવશે.



રોહિતના આ ટ્વીટ પર કંગના ભડકી ગઇ. રોહિતના ટ્વીટનો જવાબ આપતા તમામ ક્રિકેટરોની તુલના ધોબીના કુતરા સાથે કરી દીધી છે. જોકે કંગનાના આ ટ્વીટને ટ્વીટરે ડિલીટ કરી દીધુ છે.

કંગનાના ટ્વીટ હતુ- તમામ ક્રિકેટર ધોબીના કુતરા, ના ઘરના ના ઘાટના જેવો કેમ સાઉન્ડ કરી રહ્યાં છે? ખેડૂત આવા કાયદાઓ વિરુદ્ધ કેમ થશે જે તેમની ભલાઇ માટે છે? આ આંતકવાદીઓ છે જે બબાલ કરી રહ્યાં છે, કહી દો ને આટલુ ડર લાગે છે?