મહત્વનું છે કે , દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસા 14 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 40 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પ્રતિદિન એવરેજ 12 હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે.
ભારત ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, શ્રીલંકા અને આઠ અન્ય દેશો- ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યામાં, સેશલ્સ, અફઘાનિસ્તાન અને મોરીશસને અનુદાન સહાયતા હેઠળ કોવિડ-19ની રસી મોકલશે. પાડોશી પ્રથમ નીતિ અનુસાર, નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને માલદીવને પહેલા ભારતે રસી મોકલાવી દીધી છે.