સલમાનને સજા થઈ એ વિશે શોએબ અખ્તરે કરી શું કોમેન્ટ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2018 10:37 AM (IST)
સલમાનને સજા થઈ એ વિશે શોએબ અખ્તરે કરી શું કોમેન્ટ? જાણો વિગત
1

2

રાત્રે ઊંઘવા માટે સલમાનને જેલ તરફથી ચાર ધાબળા આપવામાં આવ્યા. જેલ અધિકારીઓ અનુસાર, સલમાને જામીન પર સુઇને રાત વિતાવી હતી. ડૉક્ટર અનુસાર શરૂઆતી તપાસમાં સલમાનનું બ્લડ પ્રેશર વધ્યું હતું તે બાદમાં સામાન્ય થઇ ગયું હતું.

3

ઉલ્લેખનીય છે કે, જોધપુર સેન્ટ્રલ જેલમાં સલમાનને રેપ કેસ આરોપી આસારામની બાજુના સેલમાં જ રાખવામાં આવ્યો છે. તેને પહેલી રાત જેલમાં વિતાવી જ્યાં તેને રાત્રે ચણાની દાળ, કોબીજનું શાક અને રોટલી ખાવા માટે આપવામાં આવી હતી, જોકે, સલમાને ખાધુ ન હતું.

4

ઇસ્લામાબાદઃ સલમાન ખાનને જોધપુરની કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે, અત્યારે તે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. સલમાનની આ સજા સાંભળીને પરિવારજનો અને ફેન્સ આધાતમાં સરી પડ્યા છે. આ બધાની વચ્ચે પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે સજાને લઇને ટ્વીટ કર્યું છે. અખ્તરે કહ્યું કે, મારા મિત્ર સલમાન ખાનને મળેલી પાંચ વર્ષની સજાને લઇને હું ખુબ દુઃખી છું. પણ હું કોર્ટના નિર્ણયને સન્માન કરું છું.

5

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે સલમાનને સજાને લઇને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટર પર એક ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. અખ્તરે લખ્યું કે, “મને ખરેખર આધાત લાગ્યો સલમાનની પાંચ વર્ષની સજા સંભળીને, પણ કાયદા અને કાનૂનના નિર્ણયને માન આપવું જોઇએ. હું ભારતની આદરણીય કોર્ટના નિર્ણયને માન આપુ છું પણ સજા ખરેખર કઠીન છે, હું હ્રદયથી સલમાનના પરિવારજનો અને ફેન્સની સાથે છું. બહું જલ્દી તે જેલની બહાર આવી જશે.

6

વર્ષ 1998માં કાળિયાર શિકાર કેસમાં જોધપુરની સીજેએમ કોર્ટે ફેસલો સંભળાયો. આ કેસમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. સલમાનને દોષી જાહેર કરી તેને પાંચ વર્ષની સજા સંભળાવી. બપોરે ત્રણ વાગે લગભગ સલમાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો.

  • હોમ
  • મનોરંજન
  • સલમાનને સજા થઈ એ વિશે શોએબ અખ્તરે કરી શું કોમેન્ટ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો