Rajnikant Meet CM Yogi Adityanath: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત આજકાલ ખુબ ચર્ચામાં છે, રજનીકાંતની (Rajnikant) ફિલ્મ 'જેલર' (Film Jailer) બૉક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. દર્શકો ફિલ્મ પર પોતાનો ભરપુર પ્રેમ વરસાવી રહ્યા છે અને થિયેટર હાઉસફુલ ચાલી રહ્યા છે, કલાકારો ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે. આ દરમિયાન અભિનેતા રજનીકાંત શુક્રવારે સાંજે રાજધાની લખનઉ પહોંચ્યા હતા, અને હવે આજે શનિવારે રજનીકાંત સીએમ યોગી આદિત્યનાથને (Yogi Adityanath)  મળશે. પત્રકારો સાથે વાત કરતા તેમને જણાવ્યું કે તેઓ મુખ્યમંત્રી સાથે તેમની ફિલ્મ 'જેલર' જોવા પણ જશે.


ફિલ્મ અભિનેતા રજનીકાંત શુક્રવારે સાંજે લખનઉ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં પત્રકારોએ સીએમ યોગી આદિત્યનાથ સાથેની તેમની મુલાકાત અંગે સવાલ કર્યો તો તેમને કહ્યું કે તેઓ મુખ્યમંત્રી સાથે ફિલ્મ જોશે. બીજીબાજુ જ્યારે પત્રકારોએ તેની ફિલ્મ જેલરની સફળતા અંગે સવાલ ઉઠાવ્યા ત્યારે તેમને ભગવાન તરફ આંગળી ચીંધીને કહ્યું કે બધું ભગવાનની કૃપા છે.


સીએમ યોગીની સાથે ફિલ્મ દેખશે રજનીકાંત - 
અભિનેતા રજનીકાંત ત્રણ દિવસીય યુપી પ્રવાસ પર છે. તેઓ 18 થી 20 ઓગસ્ટ સુધી યુપીમાં રહેશે. આ દરમિયાન અભિનેતા અયોધ્યા, મથુરા અને કાશીના મંદિરોની મુલાકાત લઈ શકે છે અને પ્રાર્થના કરી શકે છે. રજનીકાંત વર્ષ 2021ની શરૂઆતમાં પણ ઉત્તરપ્રદેશ આવ્યા હતા, જે દરમિયાન તેમને રાજ્યના કેટલાક સ્થળોએ તેમની ફિલ્મનું શૂટિંગ પણ કર્યું હતું. રજનીકાંત આજે શનિવારે સીએમ યોગી સાથે મુલાકાત કરી શકે છે.


સીએમ યોગી આદિત્યનાથ અને રજનીકાંત બંને આજે એકસાથે ફિલ્મ જેલર જોઈ શકે છે. આ પ્રસંગ ખૂબ જ અલગ હશે, કારણ કે મુખ્યમંત્રી ખાસ કરીને ફિલ્મ જોતા નથી, એવા પ્રસંગો બહુ ઓછા બન્યા છે જ્યારે યોગી આદિત્યનાથ ફિલ્મ જોવા ગયા હોય. આ પહેલા સીએમ યોગી આદિત્યનાથ તેમની આખી કેબિનેટ સાથે ફિલ્મ ધ કેરળ સ્ટોરી જોવા પહોંચ્યા હતા. આ માટે લોક ભવનમાં સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમ યોગીએ કહ્યું હતું કે 'લવ જેહાદ માનવતા વિરુદ્ધ અઘોષિત આતંકવાદનો એજન્ડા છે. આ ફિલ્મ આખા દેશનું ધ્યાન લવ જેહાદ તરફ ખેંચે છે. દરેક સંસ્કારી નાગરિક અને સમાજે આ વિકૃતિ પ્રત્યે જાગૃત રહેવું પડશે.