Box Office પર કમાણી મામલે ‘પદ્માવત’ને મળી શકે છે મોટી ઓપનિંગ, આ છે કારણો
ટ્રેડ એનાલિસ્ટ્સ પ્રમાણે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકે છે. પરંતુ ફિલ્મના ભારે વિરોધ વચ્ચે ફિલ્મને નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે. ફિલ્મને લઈને કરણી સેના સતત હિંસક વિરોધ કરી રહી છે. એવામાં દર્શકોમાં ભયની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આ ફિલ્મનું બજેટ લગભગ 180 કરોડ બતાવવામાં આવી રહ્યું છે.
ફિલ્મને એક લોન્ગ વીકેંડનો પણ ફાયદો મળી શકે છે. ખાસ કરીને વીકેંડ પર રિલીઝ થતી ફિલ્મોને કમાણીના મામલે ઘણો ફાયદો થાય છે. એવામાં આ ફિલ્મને પણ ફાયદો થશે.
ફિલ્મને 3Dમાં રિલીઝ કરવામાં આવી રહી છે. આ વાત તો બધા જાણે છે ભણશાલી એક ગીતને પણ આખી ફિલ્મની જેમ મોટા સ્કેલ પર ફિલ્માવતા હોય છે. એવામાં ફિલ્મમાં અનેક યુદ્ધના સીન જોવા મળશે તથા એક્શનથી પણ ભરપૂર રહેશે.
બીજી એક ખાસ વાત કે આ ફિલ્મમાં રણવીર અને દીપિકા છે. ફિલ્મમાં ભલે બન્નેએ એકસાથે એક પણ સીન ફિલ્માવ્યું ના હોય પણ બન્નેની જોડીના લોખો ચાહકો છે. દર્શકો આ બન્નેને એક ફિલ્મમાં જોવાની તક કોઈ પણ કિંમત પર ગુમાવવા નહીં માગે. ફિલ્મના ટ્રેલરથીજ અંદાજો લગાવી શકાય છે બન્નેએ ફિલ્મમાં જોરદાર અભિનય કર્યો છે.
ફિ્લ્મ હિટ થવાનું વધુ એક મહત્વપૂર્ણ કારણ છે. ભણશાલી એવા એક નિર્દેશક છે જેણે પોતાની કહાની, નિર્દેશન તથા ફિલ્માંકનથી હંમેશા દર્શકોને આકર્ષ્યા છે. દેવદાસથી લઈને ‘બાજીરાવ મસ્તાની’ સુધીની ફિલ્મ હંમેશા અલગ સદીનો અનુભવ આપીને જાય છે. જેને લઈને દર્શકોને તેના પર ઘણી ઉમ્મીદ હોય છે.
હાલમાં ભણશાલીની ફિલ્મને ટક્કર આપે એવી કોઈ હિન્દી ફિલ્મ નથી. જેનો ભણશાલીને ફાયદો થશે. ફિલ્મ હિંદી ઉપરાંત તમિલ કે તેલુગુ ભાષામાં રિલીઝ થઈ રહી છે. દેશમાં આ સમયે હિંદી ભાષા માટે 4500 સ્ક્રીન્સ છે તથા અન્ય ભાષાઓ સહિત અંદાજીત ફિલ્મ 6000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવાનું અનુમાન છે. ટ્રેડ એક્સપર્ટ્સ અનુસાર ફિલ્મને 25 થી 30 કરોડ સુધીની ઓપનિંગ મળી શકે છે.
મુંબઈ: સંજય લીલા ભણશાલીની વિવાદિત ફિલ્મ પદ્માવત 25 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને સંજય લીલા ભણશાલીએ ઘણું બધુ દાવ પર લાગાવ્યું છે. એવામાં ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શન ફિલ્મની સ્ટાર કાસ્ટની સાથે સાથે સંજય લીલા ભણશાલી અને ભણશાલી પ્રોડક્શન્સ માટે મહત્વનું બની જાય છે.
આ કારણો ફિલ્મને ફાયદો પહોંચાડી શકે છે. ફિલ્મ પદ્માવતને લઈને થયેલો વિવાદ અમુક હદ સુધી નુકસાન પણ પહોંચાડી શકે છે. પરંતુ લાંબા સમયથી વિવાદ અને કાયદાકીય લડાય બાદ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એવામાં દર્શકો ફિલ્મની કહાની જાણાવા ઘણા ઉત્સુક છે કે એવું તે શું છે આ ફિલ્મમાં કે કરણી સેના સતત ઉગ્ર વિરોધ કરી રહી છે.