ચીને કરી પીએમ મોદીના ભાષણની પ્રસંશા, દાવોસમાં ગણાવ્યા હતા દુનિયાના પડકારોને
પીએમ મોદીના આ નિવેદનનું સમર્થન કરતાં ચીની વિેદેશ મંત્રાલયે ભારત સહિત દુનિયાના બધા દેશોની સાથે સમન્વય વધારવાનું આહ્વાન કર્યું છે. સાથે જ દુનિયાનો આર્થિક ગ્રોથ વધારવા માટે આર્થિક ગ્લૉબલાઇઝેશનને પ્રૉત્સાહન આપવાની વાત કહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમને કહ્યું હતું કે સંરક્ષણવાદ એટલે દુનિયા માટે પોતાના દરવાજા બંધ કરવાની નીતિનું નવુ ચલન આતંકવાદ અને જળવાયું પરિવર્તનથી ઓછુ હાનિકારક નથી.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંરક્ષણવાદના સામે આપેલા આપેલું નિવેદન સાંભળ્યુ છે. હુઆએ કહ્યું કે, 'પીએમ મોદીનું નિવેદન દર્શાવે છે કે હાલમાં ગ્લૉબલાઇઝેશન દુનિયાનો ટ્રેન્ડ બની ગયો છે. આનાથી વિકાસશીલ દેશો સહિત બધા દેશોને લાભો પહોંચાડે છે. સંરક્ષણવાદ સામે લડવની અને ગ્લૉબલાઇઝેશનને પ્રૉત્સાહન આપવા માટે ભારત અને ચીનની વચ્ચે ખુબ સમાનતા છે.'
ખરેખરમાં, પીએમ મોદી કહ્યું હતું કે ગ્લૉબલાઇઝેશનના હેતુંઓ બદલાઇ રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, 'ગ્લૉબલાઇઝેશન પોતાના નામથી વિપરીત સંકોચાઇ રહ્યુ છે. હું એ જોઇ રહ્યો છું કે મોટાભાગના સમાજ અને અને દેશ વધુમાં વધુ આત્મકેન્દ્રિત થતા જાય છે.'
દાવોસઃ વડાપ્રધાન મોદીએ મંગળવારે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વિશ્વા આર્થિક સંમેલનમાં ભાષણ આપ્યું, આ પ્રસંગે તેમને આંતકવાદ, જળવાયું પરિવર્તન અને સંરક્ષણવાદને દુનિયા માટે સૌથી મોટા પડકારો ગણાવ્યા. પીએમ મોદીના દાવોસમાં આપેલા નિવેદનની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે, એટલું જ નહીં ભારતના પાડોશી દેશ અને સૌથી વધુ પ્રતિદ્વંદ્રી ચીને પણ પીએમ મોદીના નિવેદનની પ્રસંશા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -