ફિલ્મ પદ્માવતી 1 ડિસેમ્બરે નહીં થાય રિલીઝ, નિર્માતાએ ટાળી રિલીઝ ડેટ
પદ્માવતીને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે જ્યાં સુધી ફિલ્મમાં વિવાદિત દ્રશ્ય નહીં હટાવવામાં આવે ત્યાં સુધી ઉત્તર પ્રદેશમાં ફિલ્મ રિલીઝ નહીં થાય.
ફિલ્મ પદ્માવતીનો વિરોધ રાજસ્થાનમાં શૂટીંગથી શરૂ થયો હતો. જે હવે રાજકીય નેતાઓ, રાજપૂત કરણી સેનાને લઈને દેશભરમાં વિરોદ પ્રદર્શન થઈ રહ્યો છે. વિરોધને લઈને સંજય ભંણસાલી અને અભિનેત્રી દિપિકા પાદુકોણને ધમકીઓ પણ મળી રહી છે. સતત થઈ રહેલા વિરોધના કારણે ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ઠેલવામાં આવી છે
મુંબઈ: સતત થઈ રહેલા વિરોધના કારણે પદ્માવતી ફિલ્મના નિર્માતાઓ ફિલ્મની રિલીઝ ડેટ ટાળી દીધી છે. વાયકોમ 18 મોશન પિક્ચર્સના એક અધિકારીએ જણાવ્યું કે, પહેલી ડીસેમ્બરે રિલીઝ થનાર પદ્માવતી ફિલ્મને સ્થગિત કરવામાં આવી છે.
આ પહેલા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભંણશાલીએ સેંસર બોર્ડને બતાવ્યા પહેલાજ ફિલ્મ કેટલાક પત્રકારોને દર્શાવી હતી. જે વાતને લઈને સેંસર બોર્ડે નારાજગી જતાવી છે. સેંસર બોર્ડે પણ કેટલીક ટેકનિકલ ભૂલોના કારણે ફિલ્મને પરત મોકલી દીધી હતી.