‘પાસ’ના ક્યા મોટા નેતાને કોંગ્રેસની મળી ટિકિટ, જાણો કઈ બેઠક પરથી લડશે ચૂંટણી ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે આ અંગે કોઈ જાહેરાત કરી નથી કે કશું કહ્યું નથી પણ લલિત વસોયાએ જણાવ્યું કે, હાર્દિકે પોતાને ચૂંટણી લડવાની મંજૂરી આપી છે. પોતે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા રહેશે તેવી જાહેરાત પણ તેમણે કરી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના સૌરાષ્ટ્રના કન્વિનર લલિત વસોયાને કોંગ્રેસે ધોરાજી બેઠક પરથી ટિકિટ આપી હોવાના સમાચાર છે. લલિત વસોયાએ પોતે જ આ જાહેરાત કરી છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત નથી કરી ત્યારે વસોયાએ પોતે આ જાહેરાત કરી તે સૂચક છે.
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) દ્વારા અગાઉ એવી જાહેરાત કરાઈ છે કે, પાસના કોઈ પણ નેતા રાજકીય પક્ષની ટિકિટ પર ચૂંટણી લડશે તો તેમણે પાસ છોડવો પડશે. આ નીતિને વળગી રહીને લલિત વસોયા પણ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનરપદેથી રાજીનામું ધરી દેશે.
લલિત વસોયાએ જણાવ્યું કે, પોતે આવતી કાલે બપોરે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. ભાજપે ધોરાજીમાં કડવા પટેલ સમાજના નેતા અને પોરબંદરના ભૂતપૂર્વ સાસંદ હરિભાઈ પટેલને ટિકિટ આપી છે તે જોતાં ધોરાજીમાં પાટીદાર વર્સીસ પાટીદારનો જંગ થશે તે નક્કી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -