ફિક્સ પગારદારોના નેતા પ્રવિણ રામની પાર્ટીએ જાહેર કર્યાં 10 ઉમેદવાર, કોણ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? જાણો વિગત
મોરબી બેઠક પરથી અરવિંદભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે હજુ પણ અન્ય નામોની યાદી જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉના બેઠક પર ભાવેશભાઈ વાળાને ટિકિટ ફાળવવામાં આવી છે જ્યારે પોરબંદર બેઠક પર રોનકભાઈ તોડરમલને ટિકિટ આપવામાં આવી છે.
પાલિતાણા બેઠક પરથી ધનશ્યામસિંહ પરમાર અને ગારિયાધાર બેઠક પરથી રાજુભાઈ આહિરને ટિકિટ આપવામાં આવી છે.
ઠક્કરબાપાનગર બેઠક પરથી વસંતભાઈને ટિકિટ આપવામાં આવી જે આગામી ચૂંટણીમાં લડશે. જ્યારે તલાજા સીટ પરથી પ્રવિણભાઈ નકુમ ચૂંટણી લડશે.
ગુજરાત જન અધિકાર મંચમાંથી અમરાઈવાડી સીટ પરથી હિતેશ ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે નિકોલ બેઠક પરથી અશ્વિનભાઈ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યાર હજુ સુધી ભાજપે બે યાદી જાહેર કરી હતી જેમાં 106 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જોકે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. આ ઉપરાંત થોડા દિવસ પહેલાં જ ગુજરાત જનચેતના પાર્ટીએ 40 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જ્યારે આજે ગુજરાત જન અધિકારી મંચે 10 ઉમેદવારો જાહેર કર્યા હતા જેમાં પ્રવિણ રામ ગાંધીનગર (નોર્થ) અને કશોદ એમ બે જગ્યાએ ચૂંટણી લડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -