Mexico: ન્યૂ મેક્સિકોના ફિલ્મ સેટ પર ભૂલથી ગોળીબાર થવાથી એક મહિલા સિનેમેટ્રોગ્રાફરનુ મોત થઇ ગયુ છે, અને ફિલ્મના ડાયરેક્ટર ઘાયલ થઇ ગયા છે. આ ગોળી અમેરિકન એક્ટર એલેક બાલ્ડવિન દ્વારા ચલાવવામાં આવી. ગોળીબાર થયા બાદ સિનેમેટ્રોગ્રાફર હલિના હચિન્સનુ ઘટના સ્થળે જ મોત થઇ ગયુ. આ દૂર્ઘટના તે ગનથી થઇ, જેનો ઉપયોગ ફિલ્મના એક પ્રૉપ તરીકે કરવામાં આવી રહ્યો હતો.
આ ઘટના ન્યૂ મેક્સિકોના સેન્ટા-ફે-ફિલ્મ સેટ પર ફિલ્મ રસ્ટના શૂટિંગ દરમિયાન થયો. જોકે સમાચાર મળ્યાના તરતજ બાદ એ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે શું પ્રૉપ ગન અસલી ગોળીઓથી ભરેલી હતી કે થિએટ્રિકલ બ્લેન્ક્સમાં ઉપયોગમાં લેવામાં આવતા દારુગોળાએ બેરલમાંથી કોઇ પ્રકારનો ભંગાર છોડ્યો.
રિપોર્ટ અનુસાર, શૂટિંગ દરમિયાન એલેક બાલ્ડવિને ફિલ્મમાં વાપરવામાં આવી રહેલી ગનથી જેવુ ફાયરિંગ કર્યુ તો ગોળી સિનેમેટ્રોગ્રાફર હલિના હચિન્સને વાગી. હલિનાને તરત જ ઇમર્જનન્સી સારવાર માટે હેલિકૉપ્ટર દ્વારા હૉસ્પીટલ લઇ જવામાં આવી હતી, પરંતુ હૉસ્પીટલ પહોંચ્યા પહેલા જ તેનુ મોત થઇ ગયુ હતુ. આ દૂર્ઘટનામાં ડાયરેક્ટર જોએલ સુજા ઘાયલ થઇ ગયો હતો.
જોકે, પોલીસે હજુ સુધી ગુનેગારીનો કેસ નોંધ્યો નથી. પોલીસ તપાસ કરીને એ જાણવાની કોશિશ કરી રહી છે કે, શૂટિંગ દરમિયાન જે પ્રૉપ ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. શું તેમાં અસલી ગોળીઓ ભરી હતી કે પછી તેમાંથી દારુગોળો ડિસ્ચાર્જ થયો.