આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાને' એક દિવસમાં બોક્સ ઓફિસ પર બનાવ્યા 4 મોટા રેકોર્ડ
આ ફિલ્મના નામે ત્રીજો રેકોર્ડ એ બન્યો કે યશરાજ બેનર નીચે બનેલી ફિલ્મોમાં સૌથી વધારે ઓપનિંગનો રેકોર્ડ પણ આ ફિલ્મે પોતાને નામે કર્યો છે. ચોથો રેકોર્ડ આ વર્ષે રિલીઝ થનારી ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર સૌથી વધારે ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: હાલમાં જ રિલીઝ થયેલી આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાને બોક્સ ઓફિસ પર તમામ બોલીવૂડ સ્ટાર્સના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે પોતાની પ્રથમ દિવસની કમાણીથી જ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ ફિલ્મે પ્રથમ દિવસે કુલ 52.25 કરોડની કમાણી કરી છે. આ કમાણી સાથે ફિલ્મે એક સાથે ઘણા રેકોર્ડ નોંઘાવ્યા છે.
બોલીવૂડના ઈતિહાસમાં આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવતી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ 2014માં આવેલી શાહરૂખની ફિલ્મ 'Happy New Year' ના નામે હતો. આ ફિલ્મે પ્રથમ દિવસે 44.97 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજો રેકોર્ડ ફિલ્મે બનાવ્યો છે કે આમિર ખાનની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -