મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'વૉર' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. એક્શન થ્રિલર ફિલ્મે 12 દિવસમાં 271.65 કરોડની કમાણી કરી છે અને આ સાથે જ અત્યાર સુધી 11 સૌથી વધારે કમાણી કરતી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

આ ફિલ્મ વિક્કી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટાઈકને પાછળ છોડી આ યાદીમાં સામેલ થઈ છે. ફિલ્મ ઉરી સૌથી વધારે કમાણી કરતી ફિલ્મોની યાદીમાં 12માં ક્રમે છે. ફિલ્મ ઉરીની કુલ લાઈફટાઈમ કમાણી 245.36 કરોડ છે.


બોલીવૂડની સૌથી વધુ કમાણી કરતી ફિલ્મોની યાદીમાં પ્રથમ નંબર પર બાહુબલી 2 છે. ત્યારબાદ બીજા નંબર પર આમીર ખાનની દંગલ,ત્રીજા નંબર પર રણબીર કપૂરની સંજૂ, ચોથા નંબરે પીકે, પાંચમાં નંબર પર સલમાનની ટાઈગર જિંદા હૈ અને છઠ્ઠા નંબરે બજરંગી ભાઈજાન છે. આ યાદીમાં સાતમાં ક્રમે દીપિકાની પદ્માવત, આઠમાં ક્રમે સુલતાન, નવમાં ક્રમે ઘૂમ 3 અને દસમાં ક્રમે શાહિદની કબીર સિંહ છે.