બર્લિનઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, તે હોસ્પિટલમાં ભરતી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં મલેરિયા વિરોધી દવા હાઇડ્રોક્સીક્વોરોક્વિન અસરકારક છે કે નહી તે સંબંધિત થઇ રહેલા ટ્રાયલને બંધ કરી રહ્યુ છે. ડબલ્યૂએચઓએ શનિવારે કહ્યું કે, તે પરીક્ષણની દેખરેખ કરી રહેલી સમિતિની હાઇડ્રોક્સીક્વોરોક્વિન અને એચઆઇવીના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા લોપિનાવિર/રિટોનાવિરના પરીક્ષણને રોકી દેવાની ભલામણનો સ્વીકાર કરી લીધો છે.
સંગઠને કહ્યુ કે, વચગાળાના પરિણામો દર્શાવે છે કે હાઇડ્રોક્સીક્વોરોક્વિન અને લોપિનાવિર/ રિટોનાવિરના ઉપયોગથી હોસ્પિટલમાં ભરતી કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુદરમાં કોઇ ઘટાડો થયો નથી અથવા સામાન્ય ઘટાડો આવ્યો છે. હોસ્પિટલમાં ભરતી જે દર્દીઓને આ દવાઓ આપવામાં આવી છે તેમનો મૃત્યુદર વધવાના પણ કોઇ ચોક્કસ પુરાવાઓ નથી. જ્યારે આ સંબંધિત પરીક્ષણના ક્લિનિકલ પ્રયોગશાળા પરિણામમાં સુરક્ષા સંબંધિત કેટલાક સંકેતો મળ્યા છે.
ડબલ્યૂએચઓએ કહ્યું કે આ નિર્ણય એ દર્દીઓ પર સંભવિત પરીક્ષણને પ્રભાવિત નહી કરે જે હોસ્પિટલમાં ભરતી નથી અથવા તો કોરોના વાયરસના સંપર્કમાં આવવાની આશંકાથી અગાઉથી અથવા તો તેના થોડા સમય પછી દવા લઇ રહ્યા છે.
કોરોના વાયરસઃ હાઇડ્રોક્સીક્વોરોક્વિનનું ટ્રાયલ બંધ કરી રહ્યું છે WHO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2020 02:22 PM (IST)
ડબલ્યૂએચઓએ શનિવારે કહ્યું કે, તે પરીક્ષણની દેખરેખ કરી રહેલી સમિતિની હાઇડ્રોક્સીક્વોરોક્વિન અને એચઆઇવીના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવા લોપિનાવિર/રિટોનાવિરના પરીક્ષણને રોકી દેવાની ભલામણનો સ્વીકાર કરી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -