શ્રીદેવી પર બની શકે છે ફિલ્મ, આ હોટ એક્ટ્રેસ હશે લીડ રોલમાં
હંસલનું કહેવું છે કે, તેમના દિમાગમાં આ ફિલ્મ માટે ઘણા બધા નામ છે અને તે વિદ્યા સાથે પણ વાત કરશે. ઉલ્લેખનીય છે કે, વિદ્યા શ્રીદેવીની ઘણી નજીક હતી અને બંને એકબીજાને ખૂબ જ પસંદ કરતી હતી. ફિલ્મ ‘તુમ્હારી સુલુ’માં વિદ્યાએ શ્રીદેવીના ગીત ‘હવા-હવાઈ’ પર પરફોર્મ કર્યું હતું. શ્રીદેવીના અંતિમ સંસ્કાર વખતે વિદ્યાનું દુ:ખ સ્પષ્ટ દેખાતું હતું.
24 ફેબ્રુઆરીએ અચાનક બાથટબમાં ડૂબી જવાને કારણે શ્રીદેવીનું મૃત્યુ થયું. તે પતિ બોની કપૂર અને પુત્રી ખુશી સથે પરિવારના એક લગ્નમાં શામેલ થવા માટે દુબઈ ગઈ હતી. શ્રીદેવીએ પોતાના કરિયરમાં આશરે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે લાંબા સમય સુધી મેલ એક્ટર્સ જેવું સ્ટારડમ ભોગવતી રહી.
ઉલ્લેખનીય છે કે, હંસલ મેહતાએ અગાઉ કહ્યું હતું કે, તે શ્રીદેવીને પોતાની એક ફિલ્મમાં લેવા માગતા હતા પણ આ પહેલા જ તેનું અવસાન થઈ ગયું. તેમણે કહ્યું હતું કે, ‘મને હંમેશાં એ વાતનો અફસોસ રહેશે કે, હું મારી ફિલ્મ માટે તેની સાથે વાત કરી શક્યો નહીં પણ હવે હું તેના પર જરૂર ફિલ્મ બનાવીશ.’ રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ કોઈ પુસ્તક પર આધારિત હોઈ શકે છે પણ હંસલે આ અંગે કોઈ વાત કરવાની ના પાડી દીધી છે.
નવી દિલ્હીઃ ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ અભિનેત્રી શ્રીદેવીના જીવન પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં વિદ્યા બાલના શ્રીદેવીનું પાત્ર ભજવતી દેખાઈ શકે છે. આ પહેલા 24 ફેબ્રુઆરીના રોજ બોલિવૂડ લોકપ્રિય એક્ટ્રેસ શ્રીદેવીનું અવસાન થયું હતું. ત્યારબાદથી જ બોલિવૂડના ઘણા ડિરેક્ટર્સ તેની બાયોપિક બનાવવાના સંકેત આપી ચૂક્યાં હતા.