ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે જાળવી રાખ્યો વિજયરથ , આ રહ્યાં ભારતની જીતના હીરો
જયદેવ ઉનડકટઃ ફાઇનલમાં મોહમ્મદ સીરાઝના સ્થાને ટીમ ઈન્ડિયામાં સમાવવામાં આવેલો સૌરાષશ્ટ્રનો બોલર શરૂઆતની ત્રણ ઓવરમાં ખર્ચાળ સાબિત થયો હતો. પરંતુ બાંગ્લાદેશની ઇનિંગની 19મી ઓવરમાં ચુસ્ત બોલિંગ કરતાં બાંગ્લાદેશના ટોપ સ્કોરર સબ્બીર રહેમાન સહિત રુબેલ હુસૈનની વિકેટ લીધી હતી.
કેએલ રાહુલઃ રાહુલે પણ આક્રમક બેટિંગ કરી હતી. તેણે 14 બોલમાં 24 બનાવ્યા હતા.
રોહિત શર્માઃ રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ રમી ટીમ ઈન્ડિયાને મેચમાં વિજય અપાવવા સહિત ટ્રોફી જીતાડી હતી. રોહિત શર્માએ 42 બોલમાં ત્રણ સિક્સની મદદથી 56 રનની ઇનિંગ રમી હતી.
દિનેશ કાર્તિકઃ દિનેશ કાર્તિક જ્યારે મેદાનમાં આવ્યો ત્યારે ભારતને જીતવા 12 બોલમાં 34 રનની જરૂર હતી. કાર્તિકે વિસ્ફોટક બેટિંગ કરતાં માત્ર 8 બોલમાં 29 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતને એકાલ્પનિક જીત મળી હતી. તેના આ દેખાવ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ચહલઃ ચહલે 4 ઓવરમાં 18 આપી બાંગ્લાદેશની ત્રણ મહત્વની વિકેટ લીધી હતી. ચહલે તેની ફીરકીમાં તમીમ ઉકબાલ, સૌમ્ય સરકાર, મુશ્ફિકુર રહીમને ફસાવી મોટો સ્કોર કરતાં અટકાવ્યા હતા.
કોલંબોઃ નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને છેલ્લા બોલ પર 4 વિકેટથી હરાવીને મેચ અને ટ્રોફી જીતી હતી. ભારતની આ જીતમાં વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું મહત્વનું યોગદાન રહ્યું હતું. દિનશ કાર્તિક ઉપરાંત પણ અન્ય ક્રિકેટરોએ બેટિંગ અને બોલિંગ દ્વારા ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.