મુંબઈઃ એક્ટર રાહુલ બોસને 2 કેળાનું 442 રૂપિયાનું બિલ પકડાવવાનું ચંદીગઢની હોટલને મોંઘું પડ્યું છે. આ મામલે રાહુલનો વીડિયો વાયરલ થયા બાદ એક્સાઇઝ એન્ડ એક્સટેન્શન ડિપાર્ટમેન્ટે CGSTની કલમ 11ના ઉલ્લંઘન પર JW Marriott  હોટલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે. તાજેતરમાં રાહુલ ચંદીગઢમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન જાણીતી હોટલમાં રોકાયો હતો પરંતુ હોટલનું એક બિલ જોઈ તે હેરાન રહી ગયો હતો. રાહુલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં લખ્યું હતું, એક વૈભવી હોટલમાં માત્ર બે કેળાનું બિલ 442 રૂપિયા આવે છે. વીડિયો વાયરલ થયા બાદ મામલાને ગંભીરતાથી લેતા ચંદીગઢના ડેપ્યુટી કમિશ્નર, એકસાઇઝ-ટેક્સેશન કમિશ્નર મંદીપ સિંહ બરારે હોટલ J W Marriott સામે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ હોટલ પર કાર્યવાહી કરવામાં આવી અને દંડ ફટકારવામાં આવ્યો. Jio યૂઝર્સ માટે રજૂ થઈ આ નવી સેવા, જાણો કેવી રીતે કરી શકાશે ઉપયોગ કારગિલ વિજય દિવસ સમારોહમાં PM મોદીએ કહ્યું, યુદ્ધ સરકારો નહીં સમગ્ર દેશ લડે છે વરસાદના કારણે મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ બોલીવુડની આ સ્ટાર એક્ટ્રેસ, સામે આવ્યો વીડિયો