નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ મહિલાઓને સંસદમાં અનામત આપવાની વાત કરી હતી. રાજ્યસભાના સભાપતિ નાયડુએ મુંબઇમાં કહ્યું કે,આપણે મધર ઇન્ડિયા કહીએ છીએ, આપણે ફાધર ઇન્ડિયા કહેતા નથી. જે દર્શાવે છે કે દેશમાં મહિલાઓને કેટલું મહત્વ આપવામાં આવે છે. મહિલાઓની જનસંખ્યા 50 ટકા. તેમને સંસદમાં પણ અનામત મળવું જોઇએ. તેમને ફંડ વધુ કાર્ય કરવા માટે આપવું જોઇએ.


ઉપરાષ્ટ્રપતિ નાયડુએ આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને વિવાદીત ટિપ્પણીને લઇને સાંસદથી લઇને રસ્તા પર હોબાળો મચી ગયો છે. સપા સાંસદ આઝમ ખાને લોકસભામાં પીઠાસીન મહિલા સાંસદ રમાદેવી વિરુદ્ધ આપતિજનક ટિપ્પણી કરી હતી જેની સંસદમાં ખૂબ ટીકા કરવામાં આવી હતી.

આ સાથે જ મહિલા સાંસદોએ આઝમ ખાન વિરુદ્ધ સંસદમાં મોરચો ખોલ્યો હતો. મહિલા સાંસદો અને સતાધારી ભારતીય જનતા પાર્ટીએ આઝમ ખાન વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. જોકે. અત્યાર સુધી આઝમ ખાન વિરુદ્ધ કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સોમવારે આ મામલે કડક કાર્યવાહી કરી શકે છે.

b