મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ મુંબઈની બાંદ્રા કોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. કંગના રનૌત પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો છે જેના કારણે તેની વિરૂદ્ધ FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કંગના અને તેની બહેન રંગોલી સામે કોર્ટના આદેશ બાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજદ્રોહની કલમો પણ લગાવવામાં આવી છે. હાલ કંગના તેના નિવેદનોને લઈ સમાચારોમાં છે.


મહોમ્મદ સાહિર અશરફ અલી સૈય્ય નામની વ્યક્તિએ કંગના વિરૂદ્ધ મુંબઈની બાંદ્રા કોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે, કંગના રનૌત પોતાના ટ્વીટ દ્વારા બોલિવૂડમાં હિંદુ-મુસ્લિમ સમુદાયમાં ઝઘડા કરાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમનું કહેવું છે કે, કંગની બન્ને સમુદાયોની વચ્ચે નફરતને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં કંગના પર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપાવનો આરોપ છે જેના કારણે બાંદ્રા કોર્ટમાં કંગના વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાના આદેશ આપ્યા છે.



કંગની રનૌત મોટેભાગે પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં રહે છે. પોતાના ટ્વીટને કારણે કંગના વિવાદોમાં પણ રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના ટૂંકમાં જ આવનારી ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળશે. આ ફિલ્મ જયલલિતાની બાયોપિક ફિલ્મ છે જેમાં કંગના તેની ભૂમિકા ભજવતી જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો.