નવી દિલ્હી: વરૂણ ધવન અને સારા અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘કૂલી નંબર -1’ ના સેટ પર બુધવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગોરેગાવના ફિલ્મિસ્તાન સ્ટૂડિયોમાં બનેલે સેટ પર લગભગ 12.30 લાગ્યાની આસપાસ બની હતી. જ્યારે આગ લાગી હતી ત્યારે 15 વર્કર્સ સેટ પર હાજર હતા.

જો કે ઘટનામાં સેટ પર કેટલું નુકસાન થયું છે તેને લઇને કોઈ અધિકારીક જાણકારી મળી નથી. આગની ઘટના બનતા જ ફાયર બ્રિગેડ અને પોલીસને સૂચના આપવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે કૂલી નંબર વનને જાણીતા ડાયરેક્ટર ડેવિડ ધવન બનાવી રહ્યાં છે. 1995માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની કૂલી નંબર વન સુપરહિટ રહી હતી. તેને પણ ડેવિડ ધવને જ ડાયેક્ટ કરી હતી. હવે ડેવિડ ધવન પોતાના પુત્ર વરૂણ સાથે રિમેક બનાવી રહ્યા છે.