સાઉથના સુપરસ્ટારના ફાર્મહાઉસમાં બનાવવામાં આવેલા ફિલ્મના સેટમાં લાગી આગ, અમિતાભ કરવાના હતા શૂટિંગ, જાણો વિગત
abpasmita.in | 03 May 2019 07:44 PM (IST)
પોલીસના જણાવ્યા મુજબ, શોટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે છે. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ગયું હતું.
ચેન્નાઈઃ શુક્રવારે સવારે સાઉથના સુપરસ્ટાર ચિંરજીવીના ફાર્મહાઉસમાં આગ લાગી હતી. ફાર્મહાઉસમાં ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી’ને ભારે નુકસાન થયું છે. ચિંરજીવીનું આ ફાર્મ હાઉસ હૈદરાબાદના ગેંડીપેટ બ્લોકના કોકપેટ ગામમાં આવેલું છે. આજે અમિતાભ બચ્ચન અહીંયા ફિલ્મનું શૂટિંગ કરવાના હતા, પરંતુ દુર્ઘટનાના કારણે શૂટિંગ રદ કરી દેવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, શોટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે છે. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ગયું હતું. સઇ રા નરસિમ્હા રેડ્ડીના સેટ પર આગ લાગવાની ઘટના પહેલા પણ સામે આવી ચુકી છે. નવેમ્બર 2017માં જ્યારે શૂટિંગ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં ચાલતું હતું ત્યારે પણ આગ લાગવાની ઘટના બની હતી. સુરેંદર રેડ્ડીના ડાયરેક્શનમાં બની રહેલી સઇ રા નરસિમ્હા રેડ્ડી ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ સેનાનિયોમાંથી એક ઉય્યલવાડા નરસિમ્હા રેડ્ડીની બાયોપિક છે. જેણે 1849માં બ્રિટિશ સરકાર સામે વિદ્રોહ કર્યો હતો.ફિલ્મમાં ચિરંજીવી અને નયનારા લીડ રોલમાં છે. અમિતાભ બચ્ચનની સાથે સાથે વિજય સેતુપતિ, તમન્ના ભાટિયા, જગપતિ બાબુ અને સુદીપ સહિત અનેક જાણીતા એક્ટર પણ મહત્વના રોલમાં દેખાશે.