1st DAY કલેક્શનમાં ટ્યૂબલાઈટે કરી 25 કરોડની કમાણી, સલમાને ન બનાવ્યો કોઈ રેકોર્ડ

જણાવીએ કે ક્રિટિક્સે પણ ફિલ્મને સારા રિવ્યૂ નથી આપ્યા. ટ્યૂબલાઈટની ઓપનિંગ ભલે ઠંડી રહી હોય પરંતુ ફિલ્મને એક્સટેન્ડેડ વીકએન્ડનો ફાયદો મળશે. બોક્સ ઓફિસ પર સલમાનની ટ્યૂબલાઈટ આવનારા દિવસોમાં કેટલી ટકી રહેશે એ જોવાનું રહ્યું.
પ્રથમ દિવસના કલેક્શનના મામલે ટ્યૂબલાઈટ શાહરૂખની રઈસ કરતાં પણ પાછળ રહી. આશા છે કે વીકએન્ડમાં તેની કમાણી 80 કરોડ સુધી જઈ શકે છે.
જણાવીએ કે ફિલ્મ 5500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મે પ્રથમ દિવસે અંદાજે 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સલમાનની પાછલી ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાંથી પણ આશા હતી કે તે પહેલા દિવસો કોઈ નવો રેકોર્ડ બનાવશે, પરંતુ આ વખેત એવું કંઈ થયું નહીં.
નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ ટ્યૂબલાઈટ શુક્રવારે રિલીઝ થઈ અને આ ફિલ્મને કોઈ ખાસ રિવ્યૂઝ મળ્યા નથી. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની ઓપનિંગ ધીમી રહી છે. હાઉસફુલ ઓપનિંગવાળી સલમાનની ફિલ્મોની જેમ જ આ ફિલ્મને દર્શકોનો એટલો પ્રેમ ન મળ્યો. મીડિયા અહેવાલ અનુસાર થિએટર્સની માત્ર 50 ટકા સીટ જ ભરાઈ.