‘નાગિન-3’નો ફર્સ્ટ લુક આવ્યો સામે, મૌની રોયના સ્થાને આ એક્ટ્રેસ જોવા મળશે નાગિન તરીકે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્માની તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
કરિશ્મા તન્ના તેની તસવીરો સોશિયલ મીડિયા પર સતત શેર કરતી રહે છે.
નાગિન-3નું પ્રસારણ કલર્સ ટીવી પરથી કરવામાં આવશે. આ સીરિયલ ક્યારથી શરૂ થશે તે અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.
થોડા સમય પહેલા જ નાગિન-3નું ટીઝર જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તે સમયે નાગિનના રૂપમાં કઈ અભિનેત્રી છે તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું.
મૌની રોય ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરશે. તે અક્ષય કુમારની ગોલ્ડ અને રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રમાં નજરે પડશે.
ઉલ્લેખનીય છે કે નાગિનની બંને સીઝન ટીઆરપીના મામલે ટોપ પર રહી હતી. નાગિનના રૂપમાં મૌની રોય દર્શકોને ઘણી પસંદ પડી હતી.
એવા અહેવાલ છે કે ટીવીની જાણીતી એક્ટ્રેસ અનીતા હંસનંદાની સીઝન 3માં નેગેટિવ રોલ કરશે. આ ઉપરાંત પર્લવી પૂરી અને સુરભિ જ્યોતિ પણ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતી નજરે પડશે.
મુંબઈઃ જાણીતી ટીવી સીરિયલ ‘નાગિન’ની સીઝન 3નો ફર્સ્ટ લુક આજે જાહેર કરવામાં આવ્યો હતો. એકતા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર તેના હિટ ટીવી શો નાગિનની નવી સીઝન નાગિન-3માં લીડ એક્ટ્રેસ એટલે કે નવી નાગિનનો લુક શેર કર્યો છે.
બિગ-બોસ દ્વારા ઓળખ બનાવનારી કરિશ્મા તન્ના નાગિન-3 દ્વારા નાના પડદા પર વાપસી કરી રહી છે. કરિશ્માનો નાગિન અવતાર જૂની નાગિનથી એકદમ અલગ પડે છે. આ વખતે નાગિન ગોલ્ડન શિમરમાં નહીં પરંતુ ડાર્ક શેડ ડ્રેસમાં જોવા મળી રહી છે. કરિશ્મા તન્નાના આ નવા લુકને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -