કઈ રીતે પોતાનું ફિટનેસ મેઈન્ટેન રાખે છે શિલ્પા શેટ્ટી, સ્ક્રીનને કેવી રીતે રાખે છે સુંદર, જાણો કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પા યોગ પછી સવારે એલોવેરા જ્યુસ પીએ છે. શરીરનું વજન કંટ્રોલમાં રહે તે માટે દિવસ દરમિયાન ગરમ પાણી પીતી રહે છે.
સવારે ઉઠીને ગરમ પાણીથી ચહેરો ધોયા પછી મોઈશ્ચરાઈઝર લગાવે છે. મેક-અપ ઉતારવા માટે બેબી ઓઈલ અને કોપરેલનો ઉપયોગ કરે છે.
ડાયટની સાથે-સાથે શિલ્પા પોતાની સ્કિનનું પણ ખાસ ધ્યાન રાખે છે. તે ચહેરા પર સાબુનો ઉપયોગ ક્યારેય કરતી નથી.
શિલ્પાના જણાવ્યા અનુસાર રવિવારના દિવસે તે કોઈ ડાયટ ફોલો કરતી નથી. તે દિવસે તેની પસંદની કોઈ પણ ડિશ જમે છે.
અઠવાડિયામાં 6 દિવસ હેલ્ધી ખોરાક ખાઉ છું, જેમાં શાકાહારી પૌષ્ટિક ભોજન શામેલ હોય છે. પરંતુ રાતે આઠ વાગ્યા પછી કંઈ નથી ખાતી.
શિલ્પાએ કહ્યું હતું કે, વર્કઆઉટ સેશન દરમિયાન પ્રોટીન શેક પીઉં છું. નોર્મલ ચાના સ્થાને મને ગ્રીન-ટી વધારે પસંદ કરું છું. પેકેઝ્ડ ડ્રિન્ક અને કોલ્ડ ડ્રિન્કની પરેજી કરું છું.
શિલ્પાએ જણાવ્યું હતું કે, હું ડાઈટિંગમાં બિલકુલ પણ વિશ્વાસ રાખતી નથી. હું હેલ્ધી અને બેલેન્સ્ડ ખોરાક લઉં છું. બ્રાઉન કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન યુક્ત ખોરાકને ખાસ મહત્વ આપું છું. જેમ કે બ્રાઉન બ્રેડ, બ્રાઉન રાઈસ, બ્રાઉન શુગર, બ્રાઉન પાસ્તા વગેરે.
શિલ્પાએ જણાવ્યું હતું કે, મોટાભાગે લોકો જાણવા માંગતા હોય છે કે મારો ખોરાક શું છે. હું કેટલો વર્કઆઉટ કરું છું. હું મારી ફિટનેસનો શ્રેય યોગને આપુ છું અને સાથે હેલ્ધી લાઈફસ્ટાઈલને. પોતાના શરીરને ફિટ રાખવા માટે યોગ અને એક્સર્સાઈઝ પર ખાસ ધ્યાન આપું છું.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ભલે ફિલ્મોમાં કામ નથી કરતી પણ તેણે પોતાની ફિટનેસ અને સુંદરતા જાળવી રાખી છે. ફિટનેસ માટે તેને ઘણાં લોકો ફોલો કરી રહ્યા છે. યોગને કારણે દુનિયાભરમાં તેણે અલગ ઓળખ ઉભી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -