અર્પિતાની દીકરીની પ્રથમ તસવીર આવી સામે, સલમાન ખાને કરી કિસ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Dec 2019 09:17 PM (IST)
1
અન્ય ફોટામાં સલમાન આયતને તેડી છે અને તેને કિસ કરી રહ્યો છે. સલમાનના ચહેરા પર આયતના આગમનની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2
સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાને 27 ડિસેમ્બરે પુત્રીને જન્મ આપ્યો છે. આ દિવસ સલમાન માટે બેવડી ખુશીનો દિવસ હતો. કારણકે આ દિવસ સલમાનનો પણ જન્મદિવસ છે. અર્પિતા ખાન અને તેના પતિ આયુષ શર્માએ બાળકીનું નામ આયત શર્મા રાખ્યું છે.
3
હવે હોસ્પિટલમાંથી કેટલા ફોટા સામે આવ્યા છે. જેમાં સલમાન ખાને તેની ભાણીને કિસ કરતો નજરે પડે છે. એક ફોટામાં અર્પિતા હોસ્પિટલના બેડ પર છે અને નાની આયાત તેની બાજુમાં છે. સલમાન આયતને માથા પર કિસ કરતો નજરે પડે છે.