સોનાલી બેન્દ્રે હેર કટ કરાવતી વખતે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, જુઓ ફર્સ્ટ લૂકની તસવીરો
આ બધાના ટ્વીટનો રિપ્લાય કરતા સોનાલીએ થેન્ક્યૂ લખ્યું છે.
ટ્વીટર પર કરણ જોહર, અર્જૂન કપૂર, રાજકુમાર રાવ, દિવ્યા દત્તા, શ્રૃતિ હસન, માધુરી દિક્ષિત, અનુપમ ખેર, ઋષિ કપૂર, સોફિયા ચૌધરી, ઇલિયાના ડિક્રૂઝ, વિવેક ઓબેરોય, નેહા ધૂપિયા, મધુર ભંડારકર, રિતિક રોશન સહિત કેટલાય સેલેબ્સે તેને ઠીક થવાની કામના કરી છે.
આજકાલ સોનાલી માટે સેલેબ્સ પણ ટ્વીટર અને ઇન્સ્ટા એકાઉન્ટ પર દુવા માંગી રહ્યાં છે. બધા એક્ટ્રેસને જલ્દી ઠીક થઇ જવાની કામના કરી રહ્યાં છે. બિમારીની વચ્ચે સોનાલી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તેને તેના તમામ ફ્રેન્ડ્સને મુશ્કેલ સમયમાં સહયોગ કરવા માટે થેન્ક્યૂ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેન્સરનો ઇલાજ કરાવવા દરમિયાન મનીષ કોઇરાલા, લીજા રેનો લૂક પણ એકદમ બદલાઇ ગયો હતો. આવુ આ બિમારીની ટ્રીટમેન્ટ દરમિયાન થાય છે.
સોનાલીએ હેરકટ કેમ કરાવી છે એ વાતનો ખુલાસો નથી થયો. પણ કેન્સરની બિમારીને ઠીક કરાવવા માટે કીમોથેરાપીમાં વાળ ઉતરવાનું શરૂ થઇ જાય છે.
સોનાલીની પહેલી તસવીર લાંબા વાળમાં છે, ત્યારબાદ સોનાલીએ હેરકટ કરાવવાની આખી પ્રૉસેસ વીડિયોમાં શેર કરી છે.
પૉસ્ટમાં સોનાલીએ તેના માટે દુઆ કરી રહેલા બધા લોકોનો આભાર માન્યો છે. સોનાલીએ આગળ લખ્યું છે કે, તમામ કેન્સરની બિમારી સામે લડી રહેલા લોકોએ તેની સાથે અનુભવ શેર કર્યો છે. બધાની સ્ટૉરી મને કેન્સર સામે ફાઇટ લડવા માટે મોટિવેટ કરી રહી છે.
સોનાલીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પૉસ્ટ શેર કરતાં દીલની વાત શેર કરી છે. સોનાલીના જ્યારે હેર કટ થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક રડવા લાગી હતી.
મુંબઇઃ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ થોડાક દિવસો પહેલા એક પૉસ્ટ શેર કરી હતી. આ પૉસ્ટમાં સોનાલીએ હાઇગ્રેડ કેન્સર હોવાની વાત રજૂ કરી હતી. સોનાલીની બિમારીથી બૉલીવુડ સહિત ફેન્સ પણ ખુબ ઝટકો લાગ્યો હતો. આ સમયે તે ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહી છે. તાજેતરમાં જ સોનાલીએ નવી પૉસ્ટની સાથે પોતાના બદલાયેલા લૂકની તસવીર શેર કરી છે. તસવીરોમાં સોનાલી હેરકટ કરાવતી દેખાઇ રહી છે. તેની સાથે પતિ ગોલ્ડી બહલ પણ દેખાઇ રહ્યાં છે.