WhatsApp પર સેન્ડર દ્વારા મોકલાયેલો મેસેજ ક્યાંક કૉપી-પેસ્ટ તો નથીને, પકડવા માટે લૉન્ચ કરવામાં આવ્યું આ નવું ફિચર
આ ફિચરની મદદથી હવે હવે બે યૂઝરની વચ્ચે વાતચીત અને ગ્રુપ ચેટમાં વાત કરવી વધુ આસાન થઇ જશે. જેનાથી વૉટ્સએપ પર ફેલાઇ રહેલી અફવાઓ પર લગામ લાગવી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયૂઝર જો આ ફિચરને પોતાના ફોનમાં યૂઝ કરવા ઇચ્છે છે તો તેને સૌથી પહેલા વૉટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પોતાના ફોનમાં અપડેટ કરવું પડશે. વળી, કેટલાક યૂઝર્સને આ ફિચર માટે એક-બે દિવસ વધુ રાહ જોવી પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી વૉટ્સએપ પર બાળકો ઉઠાવી જવાની અને ખોટી મારામારીને લગતા વીડિયો અને મેસેજ વાયરલ થઇ રહ્યાં હતાં. જેને લઇને સુરક્ષા પર સવાલ ઉભો થયો હતો.
કંપનીએ કહ્યું કે, ‘‘વૉટ્સએપ તમારી સુરક્ષાને લઇને ખુબજ ચિંતિત છે. અમે તમને મોકલેલા મેસેજોને રજૂ કરતાં પહેલા એકવાર વિચારવાની સલાહ આપીએ છીએ. આને આગળ મોકલતા બચવા માટે તમે એક ટચથી સ્પામ (ખોટા મેસેજ)નો રિપોર્ટ કરી શકો છો કે તે કૉન્ટેક્ટને બ્લૉક કરી શકો છો.’’
વૉટ્સએપ છેલ્લા કેટલાય દિવસોથી મેસેજ અને ખોટી માહિતીને લઇને સંઘર્ષ કરી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મુદ્દો કેટલાય દિવસોથી સોશ્યલ મીડિયા પર છવાયેલો છે. જેને જોતા વૉટ્સએપે અંતે આ પગલુ ભર્યુ છે. ખરેખરમાં વૉટ્સએપમાં ફિચરને લાવવું ખુબજ કઠીન હતું કેમકે વૉટ્સએપના દરેક મેસેજ એન્ડ ટુ એન્ડ અનક્રિપ્ટેડ હોય છે.
વૉટ્સએપે પોતાની પૉસ્ટમાં ખુલાસો કર્યો છે કે યૂઝર હવે આસાનીથી આ વાતને જાણી શકશે કે તેના સંબંધીએ મેસેજને જાતે ક્રિએટ કર્યો છે કે પછી મેસેજ ફોર્વર્ડેડ છે.
નવી દિલ્હીઃ વૉટ્સએપે પોતાનું એક નવું ફિચર લૉન્ચ કર્યું છે. ફિચરની મદદથી હવે યૂઝરને આ વાતની જાણ થઇ જશે કે કોઇ સેન્ડર દ્વારા મોકલવામાં આવેલો મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો છે કે તેને પોતાની જાતે બનાવીને એટલે કે ક્રિએટ કરીને મોકલવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -