મહેન્દ્ર સિંહ ધોની અને નિક જોનાસ વચ્ચે રમાઇ ફૂટબૉલ મેચ, જાણો કોણ જીત્યુ
બન્ને ટીમો વચ્ચે ફૂટબૉલની જબરદસ્ત ટક્કર જોવા મળી, નિક અને ધોની ઉપરાંત આ મેચમાં અભિનેતા ડીનો મોરિયા, અભિનેતા ઇશાન ખટ્ટર અને અભિનેતા કૃણાલ ખેમુએ પણ મેચ રમી હતી. જોકે, અંતે ધોનીની ટીમે મેચ જીતી લીધી હતી. આ મેચની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
મુંબઇના એક ફૂટબૉલ ગ્રાઉન્ડમાં રમાયેલી એક ચેરિટી ફૂટબૉલ મેચમાં બે ટીમો આમને સામને ટકરાઇ, જેમાં એક ટીમમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને બીજી ટીમમાં પ્રિયંકાનો બૉયફ્રેન્ડ નિક જોનાસ હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા વચ્ચે અફેરની વાતો ચાલતી હતી અને હવે બન્ને રીતીરિવાજ પ્રમાણે લગ્નના બંધનમાં પણ બંધાઇ જવાના છે.
મુંબઇઃ પ્રિયંકા ચોપડાનો બૉયફ્રેન્ડ નિક જોનાસ ફરીથી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે પ્રિયંકાને લઇને નહીં પણ મહેન્દ્ર સિંહ ધોની સાથેની મેચને લઇને ચર્ચાનો વિષય બન્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને નિક જોનાસ વચ્ચે એક ચેરિટી ફૂટબૉલ મેચ રમાઇ હતી.
આ પ્રસંગે મેદાન પર નિક જોનાસનો પુરેપુરો સાથ આપવા પ્રિયંકા ચોપડા પણ હાજર રહી હતી. પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર આની કેટલીક તસવીરો પણ પૉસ્ટ કરી છે જેમાં બન્ને વચ્ચે જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળી રહ્યુ છે.