શ્રીદેવીની અંતિમયાત્રામાં અમિતાભને જાવેદ અખ્તરે સંભળાવ્યો ક્યો શેર, મૂળ કોના માટે લખાયેલો? જાણો વિગત
આ ટ્વીટને લઈને ઘણી પ્રકારના ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે, કે તે સિક્સ્થ સેન્સ હતું તો કોઈએ કહ્યું કે તેમને કદાચ શ્રીદેવી વિશે પહેલેથી જ જણાવી દેવામાં આવ્યું હતું. આ ટ્વિટ પાછળનું તથ્ય કોઈ પણ હોય.. પણ હવે શ્રીદેવી આ દુનિયામાં નથી રહ્યા. બાકી છે તો બસ તેમની યાદો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજણાવી દઈએ કે 24મી ફેબ્રુઆરીએ દુબઈમાં શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું, જેના કારણે ફોરેન્સિક રિપોર્ટમાં ‘દુર્ઘટનાવશ ડૂબવું’ કારણ દર્શાવાયું. જોકે, શ્રીદેવીના નિધનની ખબરના એક દિવસ પહેલા અમિતાભ બચ્ચને કંઈક આવું ટ્વીટ કર્યું હતું જેણે બધાને હલાવીને મૂકી દીધા હતા. આ ટ્વીટમાં અમિતાભ બચ્ચેને અજીબ ગભરામણ હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેના બીજા દિવસે શ્રીદેવીના આકસ્મિક નિધનની ખબર આવી.
દુઃખની આ ઘટીમાં અમિતાભ બચ્ચને પોતાની કૉ-સ્ટાર અને ફ્રેન્ડ શ્રીદેવીને યાદ કરીને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, ‘રહને કો સદા દેહર (દુનિયા)મેં આતા નહીં કોઈ, તુમ જૈસે ગયે એસે ભી જાતા નહીં કોઈ.. જાવેદ અખ્તર સાહેબે આ શેર મને શ્રીદેવીના અંતિમ સંસ્કાર દરમિયાન સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે આ ગુરુ દત્ત સાહેબના નિધન પર લખાયો હતો, પણ આજે પણ તે વ્યાજબી છે.’
મુંબઈઃ એક્ટ્રેસ શ્રીદેવી બુધવારે પંચતત્વમાં વિલીન થઈ ગઈ. મુંબઈમાં વિલે પાર્લે સેવા સમાજ શ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પતિ બોની કપૂરે શ્રીદેવીના પાર્થિવ શરીરને મુખાગ્નિ આપી. એક્ટ્રેસના જવાથી બધા શોકમાં ડૂબી ગયા છે. અમિતાભ બચ્ચનને પણ શ્રીદેવીને આ રીતે ચાલ્યા જવાધી દુઃખ થયું છે. તેમણે શ્રીદેવીને ટ્વિટર પર શ્રદ્ધાંજલી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -