મારુતિની આ કારના 17 વર્ષમાં જ વેચાયા 35 લાખ મોડલ, આ કારણે લોકો કરે છે પસંદ
આ ગાડી ખરીદવા પાછળ ગ્રાહક સૌથી પહેલા માઇલેજને ધ્યાનમાં રાખે છે. જે બાદ બ્રાન્ડ, સ્ટાઇલ અને રિસેલ વેલ્યૂને પણ આધાર બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્ટો સુઝુકી વિશ્વભરમાં સૌથી વધારે વેચાતા ત્રણ મોડલમાં પણ સામેલ થઈ ચૂકી છે. ભારતીય માર્કેટમાં આ કારનો મુકાબલો હ્યુન્ડાઈ ઇયોન, રેનો ક્વિડ, ટાટા ટિયાગો અને નિસાનની રેડિગો સાથે છે.
મારુતિ અલ્ટો સપ્ટેમ્બર 2000માં લોન્ચ કરવામાં આવી હતી. જે બાદ અત્યાર સુધી છ વખત તેમાં ચેન્જ કરવામાં આવ્યો છે. 2010-11માં અલ્ટો K10 લોન્ચ કરવામાં આવી હતી. જે સૌથી મોટો ચેન્જ હતો. 2012-13માં મારુતિ 800 અને અલ્ટોનું મિશ્રણ કરીને અલ્ટો 800 માર્કેટમાં લાવવામાં આવ્યું.
અલ્ટો ખરીદનારા આસરે 25 ટકા ગ્રાહકની સરેરાશ ઉંમર 30 કે તેથી ઓછી છે અને આ હિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. 2008-09માં મારુતિની આ કાર ખરીદનારા લોકોની સરેરાશ ઉંમર 40 વર્ષ હતી, જે હવે ઘટીને 39.6 વર્ષ થઈ ચૂકી છે.
નવી દિલ્હીઃ ભારતમાં એન્ટ્રી સેગમેન્ટમાં વેચાતી દર ત્રીજી કાર મારુતિ સુઝુકી અલ્ટો હોય છે. જેના કારણે અલ્ટો સુઝુકીની વિશ્વભરમાં સૌથી વધારે વેચાતા ત્રીજા મોડલમાં સામેલ થઈ ચૂકી છે. કંપનીનો દાવો છે કે લોન્ચ થયા બાદ 17 વર્ષની અંદર અલ્ટોને વેચાણ આંક 35 લાખ પર પહોંચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -