'પ્રિયંકાએ પોતાનાથી નાના જોનાસને છેતરીને લગ્ન માટે મજબૂર કર્યો'
નિકે હોલીવુડની કોઇ સ્ત્રીના બદલે વૈશ્વિક કૌભાંડના કલાકાર સાથે જીવનભરની સજા મેળવી છે. આ લેખમાં જોનાસને વૃદ્ધ સ્ત્રીઓમાં રસ હોવાની ટિપ્પણી કરવામાં આવી છે. લેખકે ચોપરાને સોનું ખોદનાર મહિલા ગણાવી લખ્યું છે કે તેની ટીમ તેના માટે સતત લાયક પુરુષોને શોધી લગ્ન કરવાનું કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લેખની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. જેમાં ઘણા લોકો જાતિવાદી, લૈંગિકવાદી, નિર્દોષ અને અત્યંત ખરાબ હોવાનું જણાવી રહ્યા છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને પ્રેમ સાચો છે ? તેવું આર્ટિકલને હેડિંગ આપવામાં આવ્યું છે. જેમાં ચોપરાને ‘સ્કેમ આર્ટિસ્ટ’ ગણાવીને યુવા નિક જોનાસને છેતરીને લગ્ન માટે મજબૂર કર્યો હોવાનું લખવામાં આવ્યું છે. આર્ટિકલ મુજબ નિકોલસ જોનાસે 1 ડિસેમ્બરના રોજ તેની ઇચ્છા વિરુદ્ધ કપટપૂર્ણ સંબંધમાં લગ્ન કર્યા છે. લેખકે લખ્યું છે કે હું તમને જણાવીશ કે શા માટે આવું વિચારું છું ?
મુંબઈઃ પ્રિયંકા ચોપરા વિદેશી મંગેતર નિક જોનાસ સાથે કરેલા ભવ્ય લગ્નને લઈ ચર્ચામાં છે. હિન્દુ અને ખ્રિસ્તી રીત રિવાજથી કરેલા લગ્ન બાદ આ કપલે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. આ હાલ કપલ પર ચારેબાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે અમેરિકાના એક મેગેઝિને ટિપ્પણી પણ કરી છે. જેમાં પ્રિયંકા વિશે ખરાબ કોમેન્ટ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -