નવી દિલ્હીઃ તેલુગુ એક્ટ્રેસ પ્રણિતા સુભાષે ટ્વિટર પર તેના ફેન્સ માટે એક સેશન રાખ્યું હતું. જેમાં તેણે ફેનના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, ટીમ ઈન્ડિયા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્ત થઈ જવું જોઈએ.
હેશટેગ આસ્કપ્રણિતા સેશનમાં એકે ફેને તેને સવાલ કર્યો હતો કે, ધોની વિશે એક વાક્ય કહો. જેના જવાબમાં તેણે કહ્યું, લેજેન્ડ, મારો ફેવરિટ. આગામી વર્લ્ડકપમાં રમી શકે તે માટે રડતા ચહેરે રિટાયર્ડ થયો તે જોઈ અપસેટ થઈ હતી.
તેના આ જવાબ બાદ ધોનીના પ્રશંસકો નારાજ થઈ ગયા હતા અને તેને ભૂલ સુધારવા કહ્યું હતું. પરંતુ તેમ ન કરતાં ટ્રોલ કરી હતી. પ્રણિતા સુભાષ કન્ન્ડ, તેલુગુ અને તમિલ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ છે. 2010માં તેણે કન્નડ ફિલ્મ પોરકી દ્વારા ડેબ્યૂ કર્યું હતું.
અજય દેવગનની ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં પણ તે જોવા મળશે. લોકડાઉન લાગુ થયા બાદ એકટ્રેસની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં તે માસ્ક પહેરીને ગરીબો માટે જમવાનું બનાવતી અને પેક કરતી જોવા મળી હતી.
સાઉથની આ હોટ એક્ટ્રેસે ધોની વિશે કરી શું કોમેન્ટ કે ધોનીના ચાહકો થઈ ગયા નારાજ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2020 02:43 PM (IST)
પ્રણિતા સુભાષ કન્ન્ડ, તેલુગુ અને તમિલ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ છે. 2010માં તેણે કન્નડ ફિલ્મ પોરકી દ્વારા ડેબ્યૂ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -