મુંબઈ: પૂર્વ મિસ ઇન્ડિયા અને એક્ટ્રેસ રૂહી સિંહે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે. આ સાથે જ રૂહીએ બિકિની ફોટોશૂટનો વીડિયો બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




રૂહી સિંહે જે વીડિયો અને તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે તેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રૂહી સિંહ અવાર નવાર તેની બિકિની તસવીરો શેર કરતી રહે છે.


મધુર ભંડારકરે ફિલ્મ 'કેલેન્ડર ગર્લ'માં રૂહીને કાસ્ટ કરી હતી. આ ફિલ્મમાં પણ રૂહી સિંહનો હૉટ લૂક દેખાયો હતો. આ ફિલ્મ બાદ જ ઇન્ડસ્ટ્રીમાં રૂહીને ઓળખ મળી હતી.


રૂહી મોડલની સાથે સાથે પૂર્વ મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે. રૂહીનો જન્મ રાજસ્થાનના જોધપુરમા થયો હતો. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ)