દીપિકા અને પ્રિયંકા બાદ હવે આ એક્ટ્રેસ પણ કરશે લગ્ન, જાણો વિગતે
અંગ્રેજી અખબાર ડેઈલી મેલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ફ્રીડા પોતાના બોયફ્રેન્ડ કોરી ટ્રેન સાથે લગ્ન કરવાની છે. સૂત્રો અનુસાર, આ કપલ એક બીજાને લઈને ઘણાં સમયથી સીરિયસ છે અને કોરીએ ફ્રીને પ્રપોઝ પણ કર્યું છે. બન્ને આગામી વર્ષ 2019માં લગ્ન કરી શકે છે. પર્સનલ લાઈફને લઈને એકદમ ક્લોઝ રહેનારી ફ્રીડાએ પોતાની રિલેશનશિપ્સને ક્યારેય કોઈથી છૂપાવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલિવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એક બાજુ દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે અને પ્રિયંકા ચોપરાએ અમેરિકન ગાયક નિક જોનસ સાથે લગ્ન કર્યા છે તો બોલિવૂડની વધુ એક એક્ટ્રેસ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. અહેવાલ છે કે, ફિલ્મ ‘સ્લમડોગ મિલયોનર’થી રાતોરાત સ્ટાર બની ગયેલ એક્ટ્રેસ ફ્રીડા પીન્ટો પણ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.
જ્યારે ફ્રીડા પિન્ટો સાથે જોડાયેલ લોકોએ આ વાતની પુષ્ટિ કરી નથી. ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે ફ્રીડા પિન્ટો ફિલ્મ લવ સોનિયામાં જોવા મળી હતી. હવે તે પોતાની આગામી ફિલ્મ ‘મોગલીઃ લેજેન્ડ ઓફ ફ્રી ડાદ જંગલ’માં જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -