Films To Binge Watch: ઈન્ટરનેટના હાઈ સ્પિડ જમાનામાં હવે સિનેમાઘરો તમારા ઘર સુધી પહોંચી ગયા છે. વિવિધ OTT પ્લેટફોર્મ પર દરેક વિકેન્ડમાં ઘણી ફિલ્મો અને વેબસિરીઝ રિલીઝ થતી રહે છે. ત્યારે ફિલ્મો અને વેબ સિરીઝના દરિયામાંથી સારી ફિલ્મો પસંદ કરવી જરુરી છે. હાલ ચોમાસાની ઋતુ પણ શરુ થઈ રહી છે અને આ વિકેન્ડમાં ઘરે બેઠાં OTT પર રિલીઝ થયેલી કઈ ફિલ્મો જોવી તેનું લિસ્ટ અમે તમને જણાવી રહ્યા છે. થ્રિલરનો અનુભવ કરાવતી હોલિવુડની આ 5 બ્લોકબસ્ટર ફિલ્મો જોવી તમને જરુર ગમશે.


Doctor Strange In The Multiverse Of Madness - Disney+ Hotstar


માર્વેલની હમણાં જ થિયેટર્સમાં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ડોક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટિવર્સ ઓફ મેડનેસ હવે OTT પ્લેટફોર્મ disney plus hotstar પર રિલીઝ થઈ ચુકી છે. સ્પાઈડરમેનને મલ્ટીવર્સમાંથી બહાર લાવ્યા બાદ હવે ડોક્ટર સ્ટ્રેન્જ ખુદ મલ્ટીવર્સમાં ફસાઈ ગયા છે. ડાયરેક્ટર સેમ રાઈમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં બેનેડિક્ટ કમ્બરબેચ અને એલિઝાબેથ ઓલ્સને અભિનય કર્યો છે. ફિલ્મમાં વાન્ડા સાથે લડતા ડોક્ટર સ્ટ્રેન્જને તમે ઘરે બેઠાં આ વિકેન્ડ પર જોઈ શકો છો. 


The Matrix Resurrection - Amazon Prime Video


આ Si-Fi ક્લાસિક મૂવી ફ્રેન્ચાઇઝ- ધ મેટ્રિક્સની નવી શરુઆત છે. એવું લાગે છે કે દુનિયા આગળ વધી રહી છે. મશીન વોરમાંથી, જેમાં સ્મિથનો નાશ કરવા માટે નિયોના જીવનનું બલિદાન આપવામાં આવ્યું હતું. થોમસ એન્ડરસન હવે એ પ્રખ્યાત ગેમ પ્રોડ્યુસર બની ગયો છે. જો કે, એન્ડરસન જ્યારે મોર્ફિયસની ઓફરને સ્વીકારે છે ત્યારે તે અસંસ્કારી જાગૃત થાય છે. લાના વચોસ્વકીની આ ધમાકેદાર મેટ્રિક્સ ફિલ્મને તમે એમેઝોન પ્રાઈમ વીડિયો પર જોઈ શકો છો. આ ફિલ્મમાં કિનુ રીવે્સ અને પ્રિયંકા ચોપરા સહિત અન્ય કલાકારોને કાસ્ટ કરાયા છે. sci-fi ફિલ્મોના ચાહકો માટે આ ફિલ્મ શાનદાર અનુભવ કરાવશે.


1917 - Sony Liv


1917ની ટાઈમલાઈન ઉપર સેટ થયેલી આ વર્લ્ડ વોરને દર્શાવતી ફિલ્મે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એકેડેમી એવોર્ડ જીત્યો હતો. તમે આ ફિલ્મમાં શાનદાર વઝ્યુઅલ સાથે આકર્ષક વાર્તા સમજી શકશો. ડાયરેક્ટર સેમ મેન્ડેસે નિર્દેશિત કરેલી ફિલ્મ 1917માં બે લોકોને અસંભવ લાગતો એક ટાસ્ક સોંપવામાં આવે છે. આ ટાસ્કમાં આ બે લોકોને એક ક્રિટીકલ મેસેજ અન્ય બટાલીયનનેં પહોંચાડવાનો હોય છે. આ ફિલ્મમાં ઈમોશનલ બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક સાથે એક્શનના દ્રશ્યો પણ ભરપુર છે. આ ફિલ્મ સોની લિવ પર જોઈ શકાશે.


John Wick 3 - Amazon Prime Video


જ્હોન વિકને વાગેબોન્ડ જાહેર કરીને હવે આંતરરાષ્ટ્રીય હત્યારા જૂથમાંથી એક સાથે બહિષ્કૃત કરવામાં આવ્યો છે. આ સાથે તેનું માથું લાવનારને ઈનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે. અગાઉના 2 ચેપ્ટરની જેમ જ જ્હોન વિક - 3માં પણ પેરાબેલમ નિર્દયી અને વિકરાળ ડબિંગ જોવા મળશે. ચાડ સ્ટેહેલસ્કી દ્વારા નિર્દેશિત, આ અમેરિકન નિયો-નોઇર ફિલ્મમાં કીનુ રીવ્સ, જે મૂવીમાં સુપ્રસિદ્ધ હિટ મેનનો રોલ કરે છે અને એકેડેમી એવોર્ડ વિજેતા - હેલ બેરી, જે સોફિયા અલ-અઝવાર, વિકના પૂર્વ મિત્ર અને ભૂતપૂર્વ હત્યારાની ભૂમિકામાં છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર જોઈ શકાશે.


Extraction - Netflix


2020માં કોરોના મહામારીના સમયમાં આવેલી આ બ્લોકબસ્ટર ફિલ્મમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે થતા ગેરકાયદે વેપાર અંગેની કહાની પર આધારિત છે. ક્રિસ હેમ્સવર્થે આ ફિલ્મમાં ભાડૂતી સૈનિકનો રોલ કર્યો છે જેને એક અંડરવર્લ્ડ ડોનના પુત્રને છોડાવવા માટે હાયર કરવામાં આવ્યો છે જે બાદ એક ભયાનક એક્ટ્રેક્શન મિશન શરૂ થાય છે. સેમ હાર્ગેવ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા રુસો બ્રધર્સ અને એન્ટોની પાર્ક દ્વારા લખવામાં આવી છે. થોરથી જાણીતા બનેલા ક્રિસ હેમ્સવર્થના દિલધડક મિશન માટે આ ફિલ્મ જોવી જોઈએ.


આ બ્લોકબસ્ટર ફિલ્મો તમે તમારા પરિવાર સાથે એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબરની કનેક્ટીવીટીથી જોઈ શકો છો. એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર પરિવારના દરેક સભ્યની જરૂરિયાતો પૂરી કરે છે, એક સાથે ઘણા ડિવાઈસને કનેક્ટ કરવાથી લઈને સુપરફાસ્ટ સ્પિડ અને વિશાળ કવરેજ એરટેલ એક્સ્ટ્રીમ આપે છે. એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર (Airtel Xstream Fiber)ની Wi-Fiના પ્લાન 499 રૂપિયાથી શરૂ થાય છે જે 1 Gbps સુધીની સ્પીડ આપી શકે છે, જે એકસાથે સ્ટ્રીમિંગ, મીટિંગ્સ, ગેમિંગ અને વધુને સપોર્ટ કરી શકે છે.


આ સાથે તમે એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબરનો નવો ઓલ ઈન વન એન્ટરટેનમેન્ટ પ્લાન પણ લઈ શકો છો. જે Wi-Fi, OTT અને ટીવી ચેનલનો લાભ આપે છે જેનો પ્લાન 699 રુપિયાથી શરુ થાય છે. આ પ્લાન સાથે તમે 16 OTT પ્લેટફોર્મ જેમાં એમેઝોન પ્રાઈમ વીડિયો, ડિઝ્ની પ્લસ હોટસ્ટાર, નેટફ્લિક્સ, સોનીલીવ સહિતના પ્લેટફોર્મ જોઈ શકાય છે. આ સાથે 350થી વધુ ટીવી ચેનલો પણ મળે છે અને આ બધુ એક સાથે એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબર પર મળે છે.


ઉપરાંત, વિસ્તૃત વિકેન્ડ માટે અરજી કરો. બિન્જ વોચ કરવા માટે અહીં ઘણું કન્ટેન્ટ છે. તમારા પરિવારની પસંદગી કોઈ પણ હોય તમે અહિં પરફેક્ટ પ્લાન મેળવી શકો છો જે દરેકની પસંદ અને જરુરિયાતને પૂર્ણ કરી શકે છે.