નવી દિલ્હી: વેબ સીરિઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’ ના એક્ટર એન્ડ્ર્યૂ ડનબરનું 30 વર્ષની વયે નિધન થઈ ગયું છે. મિરર ડોટ કો ડોટ યૂકેની રિપોર્ટ પ્રમાણે, તેમના નિધનના સમાચાર બાદ તેમના મિત્રો અને સહકર્મીઓએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી. બેલફાસ્ટ લાઈવના રિપોર્ટ અનુસાર, ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બેલફાસ્ટમાં સ્થિત પોતાના ઘરે તેનું નિધન થયું હતું.



તેના મિત્ર અને સાથી કલાકાર એન્ડી મેકક્લે બેલફાસ્ટ લાઈવને જણાવ્યું કે, એન્ડ્ર્યૂ બધાનેજ ગમતો હતો. તેમની ઉપસ્થિતિમાં આસપાસના લોકોને ખુશી મળતી હતી. લોકોને તેમની સાથે કામ કરવામાં મઝા આવતી હતી.

હિટ સીરિઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’માં અલ્ફિએ એલન દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા થિયોન ગ્રેયજોય માટે બૉડી ડબલ બનાવવાના કારણે એન્ડ્ર્યૂ ચર્ચામાં આવ્યા હતા. ડનબર અનેક હિટ શોમાં કામ કરી ચુક્યા છે. જેમાં એક ‘લાઈન ઑફ ડ્યૂટી’ પણ છે. તે સિવાય તેણે ડીજે તરીકે પણ કામ કર્યું છે.

કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા TV સ્ટાર્સ, જુઓ તસવીરો

પતિ નિક જોનાસને પ્રેમથી કયા નામે બોલાવે છે પ્રિયંકા ? જાણીને ચોંકી જશો